Health

અરીઠા માત્ર વાળ ધોવામાં જ નહીં પણ જાણો ક્યાં ક્યાં રોગમાં તે ઉપયોગી છે.

 

કુદરત આપણને અનેક અમૂલ્ય અને અતુલ્ય ઐષધિઓ આપી છે, જે માનવજાતિઓ માટે આશીર્વાદ રૂપ બની છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે અનંતકાળથી આપણે સૌ આયુવૈદમાં સૂચવેલ ઔષધિઓ ઉપયોગ કરીએ છીએ ત્યારે આજે આપણે એક એવી ઔષધિઓ વિશે જાણીશું જે તમારા અનેક રોગોને દૂર કરશે.

અરીઠાં અતિ ઉત્તમ ઔષધ છે. સંસ્કૃતમાં એને અરિષ્ટ(જેના ઉપયોગથી કોઈ અનિષ્ટ થતુછુ નથી) કહે છે. અરીઠાં સ્વાદમાં તીખાં, કડવાં, લઘુ, સ્નિગધ, તીક્ષણ, પચ્યા પછી પણ તીખાં, ગરમ, મળને ખોતરનાર, ગર્ભપાત કરાવનાર તથા વાયુ, કુષ્ઠ, ખંજવાળ, વિષ અને વિસ્ફોટકનો નાશ કરનાર છે.

અરીઠાંનું પાણી પીવડાવવાથી ઊલટી થતાં વિષ નીકળી જાય છે. અરીઠાના ફીણથી માથું ધોવાથી વાળ અને માથાની ચામડીની શુદ્ધિ થાય છે. આથી માથાના ખોડો, સોરાયસીસ, ખરજવું, દાદર, ઉદરી જેવા રોગો મટે છે. અરીઠાને પંદરેક મિનિટ પાણીમાં પલાળી રાખવાથી ફીણ થઈ શકશે. ફીણ પાંચેક મિનિટ માથા પર રહેવા દેવું. બાળકને પેટમાં ચુંક આવતી હોય, આફરો ચડયો હોય, પેટમાં કૃમિ થયા હોય તો પેટ પર અરીઠાનું ફીણ લગાડવાથી થોડી વારમાં શાંતિ થાય છે અને કરમિયા હોય તો નીકળી જાય છે.

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસ્ખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે Gujarati Akhbar જવાબદાર રહેશે નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!