Health

અસહ્ય ગળાનો દુખાવો સાથે શરદીની સારવાર કરો ઘરેલુ ઉપચારથી.

હાલમાં સૌ કોઈ શરદી તેમજ ઉધરસ જેવું અનેક સમસ્યાઓ થિ પીડાઈ રહ્યા છે, ત્યારે હાલમાં સમયમાં ડોકટર પાસે જવું ન પડે એ માટે આપણે ઘરેલુ ઉપચાર જણાવીશું જેના મદદ થી તને તમારી શરદી અને ગળાની તફલિક દૂર કરી શકશો. આપણા વેદોમાં કહ્યું છે કે, કોઈપણ બીમારી નો ઇલાજ કરવા આયુર્વેદ સર્વ શ્રેષ્ઠ ઔષધિઓ છે.

સૌ પ્રથમ શરદી થતા પહેલા બે ત્રણ દિવસ પહેલા ગાળામાં દુઃખશે જે શરદી થવાના એંધાણ છે. આ માટે ગળા નાં દર્દ માંથી રાહત મેળવવા માટે ગરમ પાણી મા નમક ઉમેરીને કોગળા કરવા એ સૌથી સરળ અને અસરકારક ઘરેલું ઉપચાર છે. થોડું સાદું, ઠંડું કે નવશેકું ગરમ પાણી લો અને તેમાં અડધો ચમચી નમક ઉમેરો. તુરંત અને લાંબા સમય સુધી રાહત મેળવવા માટે દિવસમાં ૬થી ૭ વખત આ પ્રમાણે નિયમિત કોગળા કર. ગળાની પેશીઓનું ઇન્ફેક્શન પાણી ખેંચીને બહાર કાઢી લેશે અને નમક સોજો ઘટાડવામાં સહાય કરી શકે છે.

 

એલર્જીથી થતી શરદીને આયુર્વેદિય દ્રષ્ટિએ વાતકફથી થતી શરદીનો ઈલાજ કરવાથી ફાયદો થાય છે.
આદુંનો રસ, તુલસીનો રસ ૧-૧ ચમચી ભેળવી, તેમાં ૧ ચમચી હળદરનું ચૂર્ણ ઉમેરી સવારના નાસ્તા સમયે લઇ શકાય.૧ ચમચી આંબળાનું ચૂર્ણ નવશેકા પાણી અથવા મધ સાથે નિયમિત લેવું.ત્રિકટુ ચૂર્ણ અને યષ્ટી મધુ ચૂર્ણ સરખાભાગે ભેળવી જમ્યા પછી મધમાં ચાટવાથી ફાયદો થાય છે.ગાયના ઘી અથવા ષડબિંદુ તેલનું નિયમિત નસ્ય કરવાથી વધુ પડતી છીંકો આવવામાં આરામ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!