આ બાળક ને અજીબ બીમારી થય
આધુનીક યુગ મા અનેક બીમારી ઓ આવી રહી છે જેનો ઈલાજ ડોક્ટરો ના પણ નથી ખબર હોતી આજે એવી જ એક બીમારી ની તમને વાત કરવાના છીએ આ કિસ્સા મા 14વર્ષિય લલિત પાટીદારને એક રોગ છે, જેના કારણે તેના ચહેરાના વાળ 5 સે.મી. વાળ વધી જાય છે.
મધ્યપ્રદેશમાં રહેતા લલિત પાટીદાર ને વેર્વોલ્ફ સિન્ડ્રોમથી નામનો રોગ થયો છે. આ દુર્લભ રોગને કારણે તેના ચહેરા પર વાળ ઉગી ગયા છે. જન્મજાત બિમારી હોવા છતાં લલિતે હાર માની નથી. 14 વર્ષીય લલિત પાટીદાર કહે છે કે ઘણા લોકો મારા પર પથ્થર ફેંકે છે અને વાંદરો પણ કહે છે. છતા તે જીવન મા સંઘર્ષ કરી રહ્યો છે અને તે પોલીસ બનવા માંગે છે.
લલિત કહે છે કે એક સમય હતો જ્યારે બાળકો મારી ઉપર પથ્થરમારો કરતા હતા. મારી સાથે રમવાનું તો દુર ઉભા પણ નથી રહેતા, પરંતુ મારા કુટુંબ અને મિત્રોએ મને હંમેશા સપોર્ટ કર્યો છે અને મારી સંભાળ લીધી છે આ ઉપરાંત મારા વાળને કારણે મને શ્વાસ લેવામાં અને જમણે અને ડાબે જોવામાં તકલીફ પડે છે.
આ ઉપરાંત જણાવ્યુ કે હુ કેટલીકવાર હું અન્ય બાળકોની જેમ દેખાવા માંગું છું, પરંતુ કંઇ કરી શકતો નથી. તેથી જ હું જેમ છું તેમ ખુશ છું. લલિતની માતા પાર્વતબાઈ કહે છે કે પરિવારમાં 14 લોકો છે. જન્મથી, તેના શરીર પર સામાન્ય બાળકો કરતા ઘણા વધારે વાળ છે. ડોક્ટરે કહ્યું હતું કે લલિતને જન્મજાત રોગ છે જેને જન્મજાત હાઈપરટિકોસિસ કહેવામાં આવે છે અને તેનો કોઈ ઉપાય નથી.