આ વસ્તુનું દાન કરશો નહીં પુણ્યની બદલે થશે નુકસાન.
આપણા હિન્દૂ ધર્મમાં દાનનું ખૂબ જ અનેરું મહત્વ છે.
કહેવાય છે કે, દાન કરવાથી પુણ્ય મળે છે,પરતું ક્યારેક કેવીક વસ્તુઓનું દાન કરવાથી અમુક નુકસાન પણ થાય છે. ત્યારે આજે આપણે જાણીશું કે, કંઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ. ક્યાં વ્યક્તિઓ કે આશ્રમમાં કોને શુ દાન આપવું ન જોઈએ.
દાનમાં આપને અનેક વસ્તુઓનું દાન આપતા હોઈએ છી પરતું ખાસ કરીને પલાસ્ટિકની વસ્તુ નું દાન ક્યારેય ન કરવું જોઈએ જો તમે આ વસ્તુઓનું દાન કરો છો તો તેનાથી વ્યવસાયિક નોકરીમાં નુકસાન થાય છે.
ભૂખ્યાને ભોજન કરાવું એ તો પુણ્યનું કામ છે પરંતુ કોઈપણ ઘર આંગણે આવેલ વ્યક્તિનેવાસી ખોરાક ન આપવો જોઈએ. જો તમે કોઈને ભોજન આપતા હોવ તો હંમેશા તાજું ભોજન આપો, નહીં તો દેવી લક્ષ્મી અને સરસ્વતી બંને નારાજ થાય છે અને તમારા ઘરને કાયમ માટે છોડી દે છે.
સાવરણીનું દાન સાવરણીમાં માતા લક્ષ્મી નિવાસ કરે છે. આવી સ્થિતિમાં જો તમે કોઈને સાવરણી દાન કરો છો, તો માતા લક્ષ્મી તમારા ઘરેથી નીકળી જાય છે અને તમને જ ગેરલાભ થશે. જો તમે કોઈને પણ સ્ટીલના વાસણોનું દાન કરશો તો તમારા પરિવારમાં હંમેશા બીમારી રહેશે અને આ રીતે તમારા ઘરમાં પૈસાની તંગી રહે છે. તેથી તમારે તેને ટાળવું જોઈએ.