આવતી ૭૨ કલાક ભારે, આ જગ્યા પર ટકરાશે Yaas વાવાઝોડુ
ગુજરાત મા તાઉ તે વાવાઝોડા એ તબાહી મચાવી દીધી હતી ત્યાર બાદ હવામાન ખાતા દ્વારા જણાવામા આવ્યુ હતુ કે વધુ એક યાસ નામ નુ વાવાઝોડુ સક્રીય થય રહયુ છે.
હવામાન વિભાગ (આઈએમડી) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ચક્રવાત ‘યાસ’ પસાર થવાની સંભાવનાને કારણે 26 મેના રોજ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં એક ચેતવણી અપાઈ છે. સાવચેતી રૂપે, ઓડિશા સરકાર દ્વારા 30 માંથી 14 જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારતીય નૌકાદળ અને ભારતીય કોસ્ટ ગાર્ડને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
દરમિયાન, ઓડિશાના મુખ્ય સચિવ એસ.સી. મહાપત્રાએ પરિસ્થિતિને પહોંચી વળવા વરિષ્ઠ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી છે. તેમણે બેઠક પછી કહ્યું કે રાજ્ય સરકાર ચક્રવાત ‘યાસ’ ની કોઈપણ અસરોથી સામનો કરવા માટે તૈયાર છે. બચાવકર્તાઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જો કે, તેમણે એમ પણ કહ્યું છે કે હવામાન વિભાગે વાવાઝોડા ની સંભાવના, માર્ગ, તેની ગતિ, દરિયાકાંઠે ટકરાવ નુ સ્થાન વગેરે વિશે માહિતી આપી નથી, તેમ છતાં સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે.
હવામાન વિભાગે અહેવાલ આપ્યો છે કે ‘યાસ’ આગામી ૭૨ કલાકમાં ધીરે ધીરે ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે, જે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધે છે અને 26 મેની સાંજની આસપાસ પશ્ચિમ બંગાળ-ઓડિશાના દરિયાકાંઠે પહોંચી શકે છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં આ વાવાઝોડાની અસર ઉપરાંત, આંદામાન અને નિકોબાર આઇલેન્ડ અને પૂર્વ દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ થઈ શકે છે. અહીં કેન્દ્ર સરકારે પણ આ અંગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રએ ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને અંદમાન નિકોબાર ટાપુઓને આરોગ્ય કેન્દ્રો પર જરૂરી દવાઓ અને સંસાધનોનો સંગ્રહ કરે તે સુનિશ્ચિત કરવા કહ્યું છે જેથી યાસના તોફાન દરમિયાન કોઈપણ પ્રકારની કટોકટીનો સામનો કરી શકાય.