એક જ દિવસમાં મહિલાને કોવિશીલ્ડ અને કોવેક્સીનના ડોઝ અપાયા, પછી…
કોરોના ની ત્રીજી લહેર પહેલા દેશ ભર મા કોરોના વેકસકનેશન નુ કામ ફુલ જોશ મા ચાલી રહ્યુ છે ત્યારે ઘણા અણબનાવો પણ બન્યા છે જેમાં વેકસીન ના લીધેલા લોકો ને મેસેજ આવ્યા ના બનાવો બન્યા છે ત્યારે એક નવો કિસ્સો સામે આવ્યો જેમા એક જ દિવસમાં મહિલાને કોવિશીલ્ડ અને કોવેક્સીનના ડોઝ અપાયા હતા.
આ ગંભીર બેદરકારી નો મામલો બીહાર મા બન્યો હતો. બીહાર ના પટનાના પુનપુન વિસ્તારમાં થઇ છે. જ્યાં 65 વર્ષીય મહિલા સુનીલા દેવીને કોરોના વેક્સીન લેવાની હતી. બુધવારે તેના માટે મહિલા વેક્સીનેશન સેન્ટર પહોંચી પણ ત્યાર બાદ જે થયું તે હેરાનીભર્યું હતું. સુનીતા ને એક જ દિવસે માત્ર પાંચ મીનીટ ના અંતરે કોવિશીલ્ડ અને કોવેક્સીન અપાઈ હતી અને ત્યારે તેની હાલત લથડી હતી.
મહિલા ને લાગ્યુ હતુ કે બન્ને લાઇન મા ઉભા રહી ને વેક્સીન લેવાની છે અને પોતાની ગેર સમજ ના લીધે આ ઘટના બની હતી. આ ભૂલ પછી મહિલાને કહેવામાં આવ્યું હતું કે તેમના પર 24 કલાક મેડિકલ ટીમ નજર રાખશે. પણ તેમના પર નજર રાખવા ત્યાં કોઇ પહોંચ્યું નહોતું. મહિલાના ઘરના લોકોએ જ તેનું ગળું સૂકાવા પર ગ્લૂકોઝ પીવડાવી તેનું ધ્યાન રાખ્યું છે. પરિજનોનો દાવો છે કે મેડિકલ ટીમને આવવા માટે બોલાવવામાં આવ્યા હતા પણ કોઇ આવ્યું નહીં.