એક ની એક દીકરી ની માતના પુરી કરવા પગપાળા ચોટીલા જતા પરીવાર ને કાળ આંબી ગયો, દીકરી અને કાકા નુ કરુણ મોત થયુ
હાલ ના દીવસો મા રોજ એક્સીડન્ટ ની ઘટના બની રહી છે ત્યારે રાજકોટ હાઈ વે પર હીટ એન્ડ રન ની ઘટના બની હતી જેમાં કાકા અને ભત્રીજી નો જીવ ગયો હતો.
રાજકોટના આજીડેમ સર્કલ નજીક રહેતા મિયાત્રા પરિવાર ના 4 સભ્યો માતા પિતા અને કાકા ભત્રીજી સાંજે 6 વાગ્યા આસપાસ પગપાળા ચાલીને 1 વર્ષની દીકરીની માનતા પૂરી કરવા માટે ઘરેથી ચોટીલા જવા નીકળ્યા હતા. રસ્તા મા 1 વાગ્યા ની આજુબાજુ અજાણ્યા વાહન ચાલકે તેવો ને ટક્કર મારી હતી નાસી છૂટયો હતો. જેમાં 4 એ સભ્યો ને ગંભીર ઈજા ઓ પહોંચી હતી જેમાં કાકા રવિભાઈ અને અને એક વર્ષની માસૂમ દીકરી નવ્યા નુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ.
જ્યારે દીકરી ના પિતા વિક્રમભાઇ, અને દીકરી ની માતા પાયલબેન ને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. પિતા ની એક ની એક દીકરી ની માતના પુરી કરવા જતા આ ઘટના બની હતી. પિતા ની એક ની એક દીકરી અને પિતરાઈ ભાઈ ને ગુમાવતા આ પરીવાર ભાંગી પડ્યો હતો અને પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.