કવિ દાદ બાપુનું નિધન! કવિ દાદનાં જીવનની જાણી અજાણી વાતો વિશે જાણીએ.
આજે ખરેખર ગુજરાતની ધરા અને સાહિત્ય જગતમાં આજ મોટી ખોટ પડી છે, જે ક્યારેય નહીં બૂરી શકાય. આજે સોરઠના અને ચારણકુળનું ગૌરવ એવા પદ્મ શ્રી દાદુદાન ગઢવી એ આજ રોજ ચીર વિદાય લીધી છે. તેમની આ અણધારી વિદાય થી સાહિત્ય જગતમાં ખૂબ જ મોટી ખોટ વર્તાય છે અને આજે ગુજરાતનું વાતાવરણ શોકમગ્ન બની ગયું છે.
કવિદાદ ગુજરાતની ધરાને એવી લોકપ્રિય રચનાઓ આપીને ગયા કે આપણી આવનાર સાતપેઢી એ યાદ કરશે. કહેવાય છે ને કે કવિ ક્યારેય મરતો જ નથી તેની રચના રૂપે સદાય લોકોના હૈયામાં જીવંત રહે છે. કવિ દાદ બાપુએ ” કાળજા કેરો કેટલો મારો ગાંઠ થી છૂટી ગ્યો, ઘડવૈયા મારે ઠાકોર નથી થાવું તેમજ કૈલાશ કે નિવાસી જેવી અમર ગીતો બાપુએ આપ્યા છે ત્યારે ચાલો એક નજર તેમના જીવન પર કરીએ.
જૂનાગઢના રહેવાસી કવિ દાદનું નામ દાદુદાન પ્રતાપદાન ગઢવી હતું તેમનો જન્મ 1941માં થયો હતો આજે 82 વર્ષની આયુમાં તેઓ એ આ જગતમાંથી અલવિદા કહી દીધું.જાન્યુઆરી મહિનામાં ભારત સરકારે સાહિત્યમાં યોગદાન આપવા માટે કવિ દાદનું પદ્મશ્રીથી સન્માન કર્યુ હતું.
કહેવાય છે કે,કવિ દાદના પિતાજી પ્રતાપદાન ગઢવી જૂનાગઢની નવાબી હકૂમતમાં રાજ કવિ હતા એટલે નવાબે તેમને વેરાવળનું ઈશ્વરીયા અને સાપર ગામ આપેલા હતા.
કવિ દાદએ 14-15 વર્ષની ઉંમરે કવિતા રચવાનું શરૂ કર્યું હતું. તેમણે મામાના અવસાન બાદ તેમની યાદમાં એક છંદ લખ્યો હતો અને પછી માતાજીની સ્તુતિ લખવાનું શરૂ કર્યું હતું.
કવિ દાદે 15 જેટલી ગુજરાતી ફિલ્મોમાં ગીતો લખ્યા છે જેમાં, સંપૂર્ણ રામાયણ, રા નવઘણ, લાખા લોયણ, ભગત ગોરો કુંભાર જેવી હિટ ગુજરાતી ફિલ્મોનો સમાવેશ થાય છે. 1975માં બનેલી શેતલને કાંઠે ફિલ્મ માટે દીકરીની વિદાયનું ગીત ‘કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો…’ અને ફિલ્મ શેઠ શગાળશાનું ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું’ ગીત આજે પણ ખુબજ લોકપ્રિય છે. કવિ દાદને હાલમાં જ પદ્મ શ્રી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાહિત્ય જગતમાં તેમની ખોટ સદાય વર્તાશે.