કેજરીવાલે મોટો ખેલ પાડી દીધો, ઈસુદાન ગઢવી જોડાયા “આપ” મા જાણો આગામી
ગુજરાત મા છેલ્લા કેટલાક દીવસો થી રાજકારણ મા ખુબ ગરમા ગરમ જોવા મળી રહી છે નરેશ પટેલ એ બે દિવસ અગાવ જ એવું નિવેદન આપેલુ કે ગુજરાત નો આગામી સી એમ પાટીદાર સમાજ માથી હોવો જોઈએ આવા નિવેદન થી અનેક અટકળો આવી હતી.
આ ઉપરાંત ખેડુત ના લોક પ્રિય પત્રકાર ઈસુદાન ગઢવી એ vtv ના એડીટર પદ પર થી થોડા દીવસો પહેલા રાજીનામું આપ્યુ હતુ અને ત્યારે બાદ વિવિધ અટકળો વચ્ચે આજે ગુજરાત મા અરવિંદ કેજરીવાલ ની ઉપસ્થિતિ મા તેવો આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા. અને મીડીયા સમક્ષ આવ્યા હતા.
એક તરફ ગુજરાત મા કોંગ્રેસ નબળી પડી રહી છે અને આમ આદમી પાર્ટી ગોપાલ ઈટાલીયા ના નેતૃત્વ મા મજબુત થતી જોવા મળી રહી છે ત્યારે આગામી સમય મા ગુજરાત જનતા માટે નવો વિકલ્પ ખુલી રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. અને હવે આમ આદમી પાર્ટી ની નજર 2022 ની વિધાનસભા ની ચુંટણી પર હોય તેવુ લાગી રહ્યુ છે.