કોરોનાએ પ્રખ્યાત ક્રિકેટરનો લીધો ભોગ! નાની ઉંમરે થયું નિધન, પત્ની અને પુત્રી થયા નિરાધાર.
કેહવાય છે ને કે હમણા યમરાજ પણ દરેકના પ્રાણ હરવા જ બેઠા છે. સવારનો સૂરજ ઊગતાં ક્યારે શું થઈ જાય તે કહીં ન શકાય. આમ પણ કહેવાય છે ને કે, સમય સાથે બધું બદલાય જાય છે. એક જ પળમાં ન થવાનું થઈ જાતુ હોય છે. હાલમાં જ આપણે અનેક જાણીતા વ્યક્તિઓને ગુમાવ્યા છે જે કોઈ ક્ષેત્રમાં નિપુણ હતા
રણજી ટ્રોફી ચૅમ્પિયન રાજસ્થાન ટીમના મેમ્બર અને લેગ સ્પિનર વિવેક યાદવ કોરોનાગ્રસ્ત થયા બાદ બુધવારે રાતે તેમનું નિધન થયું હતું રણજી ટ્રોફી ચૅમ્પિયન રાજસ્થાન ટીમના મેમ્બર અને લેગ સ્પિનર વિવેક યાદવ કોરોનાગ્રસ્ત થયા બાદ બુધવારે રાતે તેમનું નિધન થયું હતું. તેઓ ૩૬ વર્ષના હતા અને તેમના પરિવારમાં પત્ની અને પુત્રીનો સમાવેશ છે.
2008માં રાજસ્થાન તરફથી ફસ્ટ ક્લાસમાં પ્રવેશ મેળવ્યા બાદ યાદવ રાજસ્થાનની રણજી ટ્રોફી વિજેતા ટીમમાં ભાગ લીધો હતો જેણે 2010-2011ની સીઝનમાં બરોડા સામેની ફાઇનલમાં ચાર વિકેટ લીધી હતી. દિલ્હીમાં રેલ્વે સામે રમાયેલી રણજી મેચમાં તેમણે શ્રેષ્ઠ પ્રદર્શન કરતા 134 રન પર છ વિકેટ ઝડપી હતી.
વર્ષ 2012માં ઈન્ડિયન પ્રીમિયર લીગ તે દિલ્હી ડેરડેવિલ્સ ટીમમાં હતો. તેણે રાજસ્થાન તરફથી 18 ફર્સ્ટ ક્લાસ અને આઠ લિસ્ટ એ મેચ તેમજ ચાર ટી20 મેચ રમી હતી. રોહતકમાં જન્મેલા યાદવે રાજસ્થાન તરફથી ઘરેલું ક્રિકેટ રમી હતી અને વર્ષ 2010-11ની સિઝનમાં ઋષિકેશ કનીટકરની અધ્યક્ષતામાં ટીમના નિયમિત સભ્ય હતા. તે જ જયપુરમાં જ તેણે તેની એકેડેમી શરૂ કરી હતી, જેમાં આકાશ સિંહ જેવા યુવા પ્રતિભાઓને તૈયાર કર્યા, જે આઈપીએલમાં ભારત અંડર-19 ટીમ અને રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા હતા.
રાજસ્થાન ક્રિકેટ એસોસિએશને તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાજસ્થાન ક્રિકેટને એક અઠવાડિયામાં આ ખોટ છે. ટાઈગર તરીકે રાજ્ય ક્રિકેટમાં પ્રખ્યાત 89 વર્ષના કિશન રુંગતાનું વિવેક પહેલા અવસાન થયું હતું. તેઓ બીસીસીઆઈના વરિષ્ઠ પસંદગીકાર હતા. તે રાજસ્થાનના રણજી ક્રિકેટના કેપ્ટન પણ હતા. તેનું મૃત્યુ કોરોનાને કારણે થયું.