કોરોનાની સારવાર બાદ RT-PCR ટેસ્ટ કરાવવો જોઈએ કે નહીં જાણો.
હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સૌ કોઈ આ બીમારીની જપટમાં આવી ગયાં છે. ત્યારે સૌ કોઈ કોરોનાથી સંક્રમિત થાય છે ત્યારબાદ તે દર્દી RTPCR નો ટેસ્ટ કરાવે છે. ત્યારે દરેક દર્દીઓમાં મનમાં એક જ મુંજવણ હોય છે કે, જ્યારે કોરોના ની સારવાર બાદ ફરી આ ટેસ્ટ કરાવો કે નહીં તેવું વિચારતા હોય છે ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે ખરેખર શું કરવું જોઈએ.
અમદાવાદ મેડીકલ એસોસિયેશનના સ્ટેટ કોઓર્ડિનેટર ડો. મુકેશ મહેશ્વરીએ દર્દીઓને વિનંતી કરી છે કે એક વખત RTPCR પોઝિટીવ આવી ગયા પછી કોરોનાની સારવારમાંથી સાજા થયેલા દર્દીએ ફરીથી RTPCR ટેસ્ટ કરાવવાની જરૂર હોતી નથી.
દર્દીઓ ફરીથી જ્યારે ટેસ્ટ કરાવે છે ત્યારે જેમનો પહેલીવાર RTPCR કરવાનો હોય છે તેમના લેબોરેટરીના પરિણામ મોડા આવે છે તેથી તેમની સારવારમાં વિલંબ થાય છે.સાત દિવસ પછી આવેલા રિપોર્ટની કોઇ વેલ્યુ રહેતી નથી. RTPCR ટેસ્ટમાં હવે ઘણો વિલંબ થઇ રહ્યો હોવાથી અમદાવાદ મેડીકલ એસોસિયેશને લોકોને આવી અપીલ કરી છે