ખેડૂતો માટે ખુશ ખબર, ગુજરાત મા આ તારીખે ચોમાસુ સક્રીય થશે.
ખેડુત વર્ગ માટે એક ખુબ સારા સમાચાર સામે આવ્યા છે ખેડુતો ને ચોમાસાની આતુરતાપૂર્વક રાહ હોય છે અને ચોમાસાની આગમાન ની તૈયારીઓ થય ગઈ છે. હવામાન ખાતા દ્વારા ગુજરાતમાં અગાઉ 15 જૂન બાદ ચોમાસાની આગમનની આગાહી કરવામાં આવી હતી પરંતુ હવે 7 દિવસ અગાવ જ વરસાદ ના પધરામણા થય ચુક્યા છે.
હવામાન વિભાગ દ્વારા આગામી 10, 13, 14 જૂનના વલસાડ-દમણ-દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને 30 જુન સુધી રાજ્યભર ચોમાસું સક્રીય થય જશે.
વલસાડ જિલ્લાના કપરાડામાં દિવસ દરમિયાન 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. અને ગુજરાત મા વરસાદ ના વધામણા થયા હતા.
આ ઉપરાંત હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર 12થી 15 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત ઉપરાંત ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, બોટાદ, દીવ, અમદાવાદ, આણંદમાં મધ્યમ અને હળવો વરસાદ પડી શકે છે અને 10-11 જૂનના વલસાડ, સુરત, નવસારી, ડાંગ, નર્મદા, તાપીમાં વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાત મા છેલ્લા બે વર્ષ મા સરેરાશ 40 ઈંચ થી વધારે વરસાદ નોંધાયો છે. જયારે હવામાન ખાતા ની આગાહી અનુસાર ગુજરાતમાં આ વખતે 103%થી 105% સુધી વરસાદ પડી શકે છે.