ગુજરાત કાંઠે આવેલું સંકટ! વાવાઝોડાનું નામ તૈકેત શા માટે રાખ્યું જાણો.
ગુજરાત પર સંકટોનાં વાદળો છવાયેલ છે, ત્યારે એ જોવાનું રહ્યું છે કે, આખરે આ સંકટ થી ગુજરાત બચશે કે નહીં એ તો સમય જ નક્કી કરશે, પરતું હાલમાં તો એ આપણે જાણીએ કે જે વાવાઝોડાને તૈકેતનામ આપવામાં આવ્યું છે તેની પાછળનું કારણ શું છે. ચાલો ત્યારે જાણીએ કે વાવાઝોડા નામ પાછળ રસપ્રદ વાત છે.
હિન્દ મહાસાગરમાં આવનારા તોફાનોના નામ આપવા માટે એક ખાસ પ્રક્રિયા બનાવવામાં આવી છે. એ પ્રક્રિયા હેઠળ જો તોફાન આવવાની શંકા બને છે તો ભારત સહિત 13 સભ્ય આલ્ફાબેટિકલી પોતાનો નંબર આવવા પર તેને ખાસ નામ આપે છે. આ વખતે તોફાનનું નામ રાખવાનો વારો મ્યાંમારનો હતો. તેણે તોફાનનું નામ તૌકતે આપ્યું છે. જેનો અર્થ થાય છે ખૂબ અવાજ કરનારી ગરોળી.
હિન્દ મહાસાગરના આ દેશોએ ભવિષ્યમાં આવનારા તોફાનોના નામ પણ નક્કી કરી રાખ્યા છે એટલે આગામી સમયમાં કોઈ તોફાન આવશે તો તેનું નામ યાસ હશે, ત્યારબાદ આવનારા તોફાનનું નામ ગુલાબ હશે. ગયા વર્ષે એપ્રિલમાં જ આ નામોની લિસ્ટ જાહેર કરવામાં આવી ચૂકી છે.
આગામી 25 વર્ષો માટે આ લિસ્ટ બનાવવામાં આવે છે. આ લિસ્ટમાં ભારતે, તેજસ, ગતિ, મુરાસુ (તામિલ વાદ્ય યંત્ર), આગ, નીર, પ્રભંજન, ધુરની, અંબુદ, જલાધિ, વેગ જેવાં નામ રજિસ્ટર્ડ કરાવ્યા છે. તો બાંગ્લાદેશે અર્નબ, પાકિસ્તાને લુલુ, કતરે શાહીન અને બહાર જેવાં નામ આપ્યા છે.