India

ગુજરાત મા મફત મા મળતી આ વસ્તુ ના ભાવ અમેરિકા મા છે આટલા ડોલર ! જો તમને પણ મળે તો સાચવી ને

જે વસ્તુની કિમત આપણે નથી સમજતાં એનું જ મૂલ્ય આજે વિદેશમાં અનેકગણું થાય છે. ગંગાઘાટે રહેતા લોકોને માટે ગંગા નદીનું જેટલું મહત્વ નથી હોતું એમ જે વ્યક્તિઓને વસ્તુઑ સરળતાથી મળી રહે એની કિમત આપણને નથી હોતી. આજે આપણે એક એવી જ વસ્તુની વાત કરીશું જે ગુજરાતમાં મફતમાં મળે છે એ વસ્તુ આજે અમેરિકામાં એટલી કિમતમાં વેચાય કે આપણે ધારીએ તો લખપતિ બની જાઈએ. બજારમાં ઘણા પ્રકારનાં Natural Loofah પ્રાકૃતિક લૂફા)ઉપલબ્ધ છે.

બજારમાં તૂરિયાના લૂફાનું પ્રચલન વધારે છે.પોષણયુક્ત તુરિયાનો નહાવા માટે લૂફા અને વાસણ ધોવા માટે સ્ક્રબ તરીકે ઉપયોગ થઈ શકે છે. પરંતુ તમને આ જાણીને આશ્ચર્ય થશે કે, ઑસ્ટ્રેલિયાની અમેઝૉન વેબસાઈટ પર તુરિયાના લૂફાની કિંમત હજારોમાં છે.તૂરિયું ખીરા કાકડીની પ્રજાતિનું જ છે અને તેના જીન્સને ‘Luffa’ કહેવામાં આવે છે.તુંરિયું ક્યારે-કેવી રીતે માનવ જીવનનો ભાગ બન્યું, એ ભાગ્યે જ કોઈને ખબર હોય. પરંતુ ઘણા વૈજ્ઞાનિકોનું માનવું છે કે, હજારો વર્ષો પહેલાં, તેની ઉત્પત્તિ એશિયા કે આફ્રિકામાં થઈ હતી. પરંતુ તેની ખેતી ભારતથી શરૂ થઈ. પછી ધીરે-ધીરે યૂરોપનાં લોકો સુધી પહોંચ્યાં.

સેંકડો વર્ષો પહેલાંથી જ તૂરિયાંનો ઉપયોગ જ્યૂસ અને શાકભાજીની સાથે-સાથે સાફ-સફાઈના કામ માટે પણ કરવામાં આવે છે. જ્યાં સુધી તૂરિયાં લીલાં અને કાચાં રહે છે, ત્યાં સુધી તેનો ઉપયોગ ખાધ્ય પદાર્થ તરીકે કરવામાં આવે છે. તૂરિયું સંપૂર્ણ રીતે સૂકાઈ જાય ત્યારબાદ તેની છાલને ઉતારી બીજ કાઢી લેવામાં આવે છે અને પછી તેનો ઉપયોગ નહાવા માટે લૂફા અને વાસણ સાફ કરવા માટે સ્ક્રબ માટે કરવામાં આવે છે.

દુનિયાભરમાં તેનો ઉપયોગ અલગ-અલગ કામોમાં કરવામાં આવે છે – જેમ કે ઔષધિય ગુણો માટે, ગાદલાંમાં ભરવા માટે, સૈનિકોના હેલમેટમાં પેડિંગ માટે, પેન્ટિંગ માટે, જ્વેલરી બનાવવા, સજાવટ માટે અને પાણી ફિલ્ટર કરવા અને.બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન આ Natural Loofah નો ડીઝલ એન્જિન ઑઈલ ફિલ્ટર્સ અને સ્ટીમ એન્જિન ફિલ્ટર્સ માટે તેમજ આ સિવાય, સૌંદર્ય માટે પણ પહેલાંના સમયમાં તેનો ઉપયોગ થતો આવ્યો. અન્ય લૂફાની સરખામણીમાં, આ વધારે મુલાયમ અને સુરક્ષિત રાખે છે અને તેનાથી તમારી ત્વચા વધારે સ્વસ્થ પણ રહે છે. એટલે ધીરે-ધીરે તુરિયા બાદ તેનું લૂફા પણ માર્કેટમાં પહોંચી ગયું.

પરંતુ જે લૂફાને અમેઝૉન પર સેંકડો અને હજારો રૂપિયામાં વેચવામાં આવી રહ્યું છે, તેને વર્ષોથી ઘણા ભારતીયો પોતાના ઘરમાં ઉગાડી રહ્યા છે. ખાસ કરીને આજે પણ લોકો ગામડાંમાં લોકોના છાણાંના ઢગલા, ઝૂંપડી વગેરે પર તૂરિયાના વેલા જોવા મળે છે. છેલ્લા કેટલાક સમયથી શહેરી લોકોમાં પણ લોકોને ઘરે શાકભાજી વાવવાનો શોખ વધ્યો છે. આ અર્બન ગાર્ડનર્સ તૂરિયાનો ઉપયોગ શાકભાજી માટે તો કરે જ છે, સાથે-સાથે તેમાંથી Natural Loofah પણ બનાવે છે.ભારતમાં ઘણી જગ્યાઓએ સ્થાનિક બજારમાં પણ આ Natural Loofah મળી જશે. પરંતુ આ બજારોમાં આ Natural Loofah ની કિંમત છ-સાત રૂપિયા હોય છે, જ્યારે ઓનલાઈન વિદેશમાં 17 હજાર રૂપિયાથી પણ વધારે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!