ઘર ઘરમાં લોકપ્રિય થયેલી આ અભિનેત્રી આજે ભાજપાની રાજનેતા છે! આજે પણ તેની ખુબસુરતીમાં ઉણપ નથી આવી.
બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી આજે રાજનીતિમાં સક્રિય છે, જે એક સમયે ઘર ઘરમાં લોકપ્રિય હતી તેને આજે ઘણા લોકો ભૂલી પણ ગયાં હશે પરંતુ જ્યારે તેને ભજવેલ પાત્ર લોકો જોવે છે, ત્યારે આ ચહેરો દરેકના મન અને હૃદયમાં છવાઈ જાય છે. ચાલો ત્યારે આજે આપણે આ અભિનેત્રીના જીવન વિશે વધુ જાણીએ.
રૂપા ગાંગુલી એટલે મહાભારત સિરિયલની દ્રૌપદી! બોલિવૂડ થી લઈને ટેલિવૂડમાં પોતાના અભિનય થી લોકપ્રિય થયેલ રૂપા ગાંગુલી આજે રાજનીતિમાં સક્રિય છે, છતાં પણ આજે તમે તેને જોઈને તેની ખૂબ સુરતીના દીવાના થઇ જશો. ઘણી એવી અભિનેત્રીઓ છે, જે રાજનીતિમાં સક્રિય થઈ હોય. રૂપા ગાંગુલીએ અનિલ કુમાર સાથેની ” સાહેબ ” ફિલ્મ થી 1985માં ડેબ્યુ કર્યું હતું બોલિવૂડમાં અને લોકોને રૂપા ગાંગુલી ખૂબ જ ગમી ગઈ હતી.
આ ફિલ્મ બાદ બોલિવૂડમાં અનેક યાદગાર ફિલ્મો આપી અને ત્યારબાડ બંગાળી ફિલ્મમાં પણ અભિનય કરેલો અને આખરે રૂપાનું જીવન ત્યારે બદલાયુ જ્યારે તેણે બી.આર ચોપાડાની સિરિયલ મહાભારતમાં દ્રૌપદીનું કિરદાર ભજવ્યું અને રાતો રાત તે લોકપ્રિય બની ગઈ, આજે તે ભલે અભિનય સાથે જોડાયેલ ન હોય પરંતુ આજે પણ તેની ખૂબસૂરતીમાં ઉણપ નથી આવી, રૂપાના અંગત જીવનની વાત કરીએ તો રૂપાએ 1992માં ધુવ મુખર્જી સાથે લગ્ન કર્યા અને લગ્નના 14 વર્ષ પછી બંને અલગ થઈ ગયાં અને ત્યારબાદ 2009માં બંને ડિવોર્સ લઈ લીધો.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન એવું પણ કહ્યું હતું કે, તે રોજના ઘરેલુ ઝગડાઓના લીધે આત્મહત્યા કરવાની કોશિશ પણ કરેલી હતી, પરંતુ તેનું જીવન ત્યારે બદલાય ગયું જ્યારે તેઓએ રાજનીતિમાં પગલું માંડ્યું, આજે તેઓ ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભામાં સાંસદ સભ્ય છે. તેમનું અંગત જીવન ભલે સફળ ન રહ્યું હોય પરંતુ રાજકીય જીવન તેમનું સફળ રહ્યું છે.