જાણો શા માટે કિન્નરો બહુચરાજી પૂજા અર્ચના કરે છે! ગુજરાતમાં આવેલું છે, બહુચરાજીનું ધામ.
કિન્નરો મા બહુચરાજીની આરાધના કરે છે! આ તેમના કુળદેવી છે, બહુચરાજીનું સ્વરૂપ કેવું છે! જમણા હાથમાં તલવાર, ઉપલા ડાબા હાથમાં ધર્મગ્રંથ, નીચલો જમણો હાથ અભય મુદ્રામાં અને નીચલા ડાબા હાથમાં ત્રિશૂલ ધારણ કરેલાં છે. તેમનું વાહન કૂકડો છે, જે નિર્દોષતાનું પ્રતિક મનાય છે.
ગુજરાતમાં બહુચરાજી માતાનું મૂખ્ય દેવસ્થાન ગુજરાતના મહેસાણા જિલ્લામાં બેચરાજી ખાતે આવેલું છે. આ મંદિરનું બાંધકામ સંવત ૧૮૩૫થી શરૂ કરવામાં આવ્યું હતું અને સંવત ૧૮૩૯માં પૂર્ણ થયા પછી તેમાં માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી. ૧૫ મીટર લાંબું અને નવ મીટર પહોળું આ મંદિર ગુજરાતની બીજી શક્તિપીઠ છે. અહીંયા કિન્નર સમુદાયનું આસ્થાનું કેન્દ્ર છે! ચાલો આજે આપણે એ જાણીએ કે, માં બહુચરાજી પૂજા અર્ચના કિન્નરો કેમ કરે છે?
બહુચર માતાના પ્રાગટ્ય વિશે અનેક લોકકથાઓ મળે છે.અન્ય એક લોકવાયકા પ્રમાણે બહુચરાજી બાપલદાન દેથા નામક ચારણની પુત્રી હતા. તે અને તેમની બહેન વણજાર સાથે જતા હતા ત્યારે બાપીયા નામક ધાડપાડુએ તેમના કાફલા પર હુમલો કરેલો. ચારણોની સામાન્ય પરંપરા પ્રમાણે જ્યારે કોઈ શક્તિશાળી શત્રુનો સામનો કરવાનો હોય ત્યારે અંતિમ પગલાં લેખે તેઓ દુશ્મનને શરણે જવાને બદલે જાતે જ પોતાનો જીવ કાઢી આપે છે જેને “ત્રાગું” કહેવાય છે. ચારણનું લોહી છંટાવું તેને ઘોર પાપ માનવામાં આવે છે. અહીં પણ ધાડપાડુઓને શરણે થવાને બદલે બહુચરાજી અને તેમની બહેને ત્રાગું કર્યું અને પોતાનાં સ્તન જાતે જ વાઢી નાખ્યાં
લોકવાયકા એમ કહે છે કે આથી ધાડપાડુ બાપીયો શાપિત થયો અને નપુંસક (નામર્દ) બની ગયો અને આ શાપ ત્યારે જ દૂર થયો જ્યારે બાપીયાએ સ્ત્રીઓનાં વસ્ત્રાભૂષણો ધારણ કરી બહુચરા માતાની આરાધના કરી. હાલમાં ભારતમાં હીજડા (નપુંસક, નાન્યતર જાતિ) લોકો ઘણા ભાવપૂર્વક બહુચરાજીની ભક્તિ કરે છે, તેમને પોતાની આરાધ્ય દેવી માને છે.