ટીમ ઈન્ડિયા મા હાલ દમદાર બોંલીગ કરનાર હર્ષલ પટેલ કોણ છે જાણો ! આ ગુજરાતી ક્રિકેટર…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે રાંચીમાં બીજી ટી-20 મેચ રમાઈ હતી અને આ મેચાં ભારતે ટોસ જીતીને ન્યૂઝીલેન્ડને પ્રથમ બેટિંગ કરવાનું કહ્યું હતું. ન્યૂઝીલેન્ડ પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટના નુકસાને 153 રન બનાવ્યા હતા અને ભારતને 154 રનનો લક્ષ્યાંક આપ્ય હતો. આ મેચમાં એક ગુજરાતી ક્રિકેટર ખૂબ જ ચર્ચાનો વિષય બનેલ.ખરેખેર આ કોઈ સામાન્ય વાત નથી. અમે આપને જણાવીશું કે આ ગુજરાતી ક્રિકેટર કોણ છે? જેની આ ડેબ્યુ મેચ હતી.
હાલમાં ન સૂત્રો મુકબ જાણવા મળ્યું છે કે ખેલાડી હર્ષલ પટેલને કેપ આપીને ડેબ્યૂ કરાવવામાં આવ્યું હતું. ડેબ્યૂ મેચમાં જ બે વિકેટ ઝડપી હતી. હર્ષલ પટેલે 4 ઓવરમાં 25 રન આપી 2 વિકેટે લીધી. કહેવાય છે ને કે કંઈક મેળવવા કંઈક ગુમાવવું પડે છે. એવી જ રીતે હાલમાં જ એ માહિતી મળી છે કે,હર્ષલ પટેલનો પરિવાર અમેરિકામાં રહે છે પરંતુ પોતાના કોચ તારક ત્રિવેદીના કહેવા પર તે અમેરિકા ન ગયો.
સાણંદમાં જન્મેલા હર્ષલ પટેલની ઉંમર 30 વર્ષ 361 દિવસ છે. હર્ષલ પટેલ ટીમ ઈન્ડિયામાં ટી-20 મેચમાં મોટી ઉંમરે ડેબ્યૂ કરનારો છઠ્ઠો મોટો ખેલાડી છે. વર્ષ 2008-9 માં રમાયેલી વિનૂ માંકડ ટ્રોફઈીમાં હર્ષલ ગુજરાત વતી રમતા હતા અને તેને વિકેટ ઝડપી હતી. ત્યારબાદ તે વર્ષ 2010માં અન્ડર19 વર્લ્ડકપ રમવા માટે ગયો હતો.ગુજરાતની ટીમમાં રમવા માટે જગ્યા મળી નહોતી. તેથી તે રણજી ટ્રોફી રમવા માટે વર્ષ 2011-12માં હરિયાણા ગયો હતો.
હર્ષલ પટેલનો રેકોર્ડ જોવા જઈએ તો તેણે આઈપીએલમાં પર્પલ કેપ મેળવી હતી. વર્ષ 2021ની સિઝનમાં તેણે રોયલ ચેલેન્જર બેંગ્લોર વતી રમતા સૌથી વધુ 32 વિકેટ ઝડપી હતી અને પર્પલ કેપનો હકદાર બન્યો હતો. આજે તેણે ડેબ્યૂ મેચના નવમાં બોલે જ પ્રથમ આંતરાષ્ટ્રીય વિકેટ મેળવી હતી.ખરેખર આ મહત્વની. વાત જાણીને હર્ષલ પટેલ વિશે ખબર પડી ગઈ હશે.