Health

તમને કોરોના ન થઈ શકે તે માટે આ ઘરેલુ ઉપાય અવશ્ય અપનાવો.

ગરમ પાણીનું સેવન કરવું. ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે આ સમયમાં ફ્રિજનું પાણી તો પીવાનું જ નહીં. ઘરના દરેક સભ્યોએ ગરમ પાણી પીવાની આદત અપનાવી.

રોગપ્રતિકારક શક્તિમાં યોગ મહત્વનું કામ કરશે. સવારે ઉઠીને 30 મિનિટ સુધી યોગાસન, પ્રાણાયમ અને ધ્યાન કરવાનું જેથી સ્વસ્થ શરીર થશે તો તમારું ઇમ્યુનિટી લેવલ વધશે.

હલામાં આ પરિસ્થિતિમાં બહારનું ખાવાનું છોડી દેવું અને ઘરમાં પણ મસાલેદાર વસ્તુ નહિ પણ આરયોગ્યયુક્ત આહાર લેવો અંશ રસોઈમાં હળદર, જુરું, ધાણા, લસણ નો ઉપયોગ વધુ કરવો.

ખાસ શરદી ઉધરસ અને કફ નાં થાય તે માટે નિમિયમિત હળદરવાળા દૂધનું સેવન કરવું.

પરિવારનાં દરેક લોકોની કાળજી રાખવા તુલસીના પાન, કાળા મરી, તજ, અને સુંઠ પાવડરનો ઉકાળો પીવાથી રહાત મળશે.

હાલમાં સૌ કોઈ પોતાના ઘરમાં રહો અને માસ્ક પહેરવું તેમજ અંતર જાળવવું અને વારંવાર હાથ સાફ કરો તેમજ વેક્સીન ડોઝ અવશ્ય લો. આપણે સૌ સાથે મળીને કોરોના હરાવીશું પણ હાલમાં આપણી સમજદારી અને સાવચેતીથી જ આપણે સુરક્ષિત રહીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!