તાઉ તે વાવાઝોડાને લીધે જાણો ક્યાં શું નુકસાન થયેલ હશે.
કાલે રાત્રે જે તારાજી સર્જાય તેનાથી સૌરાષ્ટ્રને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે તેમજ કાલ રાત્રિથી તમામ લોકોને સતક કરી દેવામાં આવ્યા હતા તેંમજ કોઈ જાનહાનિ ન થાય તે માટે સમગ્ર પથકમાં વીજ પાવર બંધ કરી દેવામાં આવેલ આ સિવાય અનેક સમસ્યાઓ સર્જાય જેના વિશે આપણે સૌ માહિતગાર થઈએ.
વાવાઝોડાની તીવ્રતા ખૂબ વધારે હતી જેના લીધે લોકોના મકાનોમાં નુકશાન થઈ રહ્યું છે. લોકોના મકાનો ધણધણી ઉઠી રહ્યા છે. મોડી રાત્રે પવનના કારણે ખૂબ રાક્ષસી પ્રકારના અવાજો સંભળાય રહ્યા છે.વાવાઝોડાને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાય હતો પરતું કુદરતની એટલી કૃપા કે, સુનામી જેવું ભંયકર ઘટના ન સર્જાય
ગ્રામ્ય વિસ્તારોમાં અનેક સ્થળોએ વીજ પોલ ધરાશાયી દીવના દરિયાકાંઠા નજીક તાઉ તે વાવાઝોડાના લેન્ડફોલ બાદ તબાહી મચાવાની શરૂ થઇ હતી અને અહીના અનેક વિસ્તારોમાં ભારે વાવાઝોડાએ કાળો કેર વર્તાવ્યો.પવનની તીવ્રતા એટલી હતી અહીની હોટલના કાચ તૂટી ગયા હતા.તાઉ તે વાવાઝોડાએ ગીરસોમનાથમાં તબાહી મચાવી છે. મધરાત સુધીમાં જ ત્રણસોથી પણ વધારે વૃક્ષોનો સોથ નીકળી ગયો છે.
ગ્રામ્ય વિસ્તારોમાં અનેક સ્થળોએ વીજ પોલ ધરાશાયી થતા વીજળી ગુલ થઇ છે. સવાસો કિમીની ઝડપે પવન ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાઇ થયા છે. સોમનાથ — ભાવનગર નેશનલ હાઇવે મધરાતથી બંધ કરાયો હતો. તાઉ-તેએ તરખાટ મચાવ્યો, ઉનાના રસ્તાઓ પર તીવ્ર પવનની ભારે અસર વર્તાતી જોવા મળી. ઉનાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદને કારણે વૃક્ષો અને વીજ થાંભલા પણ ધરાશાઇ થયા