દિકરીના લગ્નમાં આવી રહી છે મુશ્કેલીઓ? આજે જ કરો આ ઉપાય…
દિકરી યુવાન થાય એટલે દરેક માતા પિતાને તેને પરણાવવાની ચિંતા હોય. પરંતુ કેટલીક વાર એવું બનતું હોય છે કે, દિકરીનું સગપણ કરતા સમયે કેટલીક અડચણો આવતી હોય છે. દિકરીને યોગ્ય અને પસંદગીનો જીવનસાથી નથી મળતો ત્યારે આવા સમયમાં માતા પિતા નિરાશ થઈ જાય છે. કેટદિક દિકરીઓની સગાઈ તૂટી જાય છે. આ પ્રકારની અનેક સમસ્યાઓનો સામનો માતા-પિતા કરતા હોય છે.
લગ્નમાં આવી રહેલી આ અડચણોના અનેક કારણો હોઈ શકે છે. આમાં ગ્રહ અથવા વાસ્તુ દોષ જેવી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે આવો જાણીએ તમામ સમસ્યાઓમાંથી બચવાના કેટલાક ઉપાયો.
મંગળ દોષ હોય તો કરો આ ઉપાય
- રોજ સ્નાન કર્યા બાદ નારંગી કલરના વસ્ત્રો ધારણ કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો. આનાથી વિવાહની અડચણો દૂર થાય છે.
- પોતાના ભાઈ સારે સુમેળ રાખવો. સગો ભાઈ હોય કે પિતરાઈ.
- નોનવેજનું સેવન બંધ કરવું. તેને પૂર્ણતઃ છોડી દેવું
- ઘરની દક્ષિણ દિશામાં લીમડાનું ઝાડ લગાવવું. તેને સવાર સાંજ પાણી પિવડાવવું.
- જ્યારે વિવાહ સંબંધિત કામથી બહાર જાવ ત્યારે ગોળ ખાઈને જવું.
- લગ્ન પહેલા કુંભ અથવા અશ્વત્થ વિવાહ કરો. આ સિવાય ભાત પૂજા પણ શુભ છે.
દિકરીના વિવાહમાં આવતી સમસ્યાઓ માટે ઉપાય
- સસલાને રોજ કંઈક જમાડવું જેથી ભાગ્યોદય થાય છે.
- દિકરીના લગ્નમાં મુશ્કેલી આવતી હોય તો પ્રત્યેક ગુરુવારે વ્રત કરવું. સાથે જ તેના દ્વારા પીળી વસ્તુઓનું દાન કરાવવું.
- ગુરૂવારના દિવસે પીપળો, કેળાનું ઝાડ અને વટવૃક્ષને જળ અર્પિત કરવું. આ ઝાડ પાસે શુદ્ધ ઘીનો દિપક પણ પ્રજ્વલિત કરવો. આનાથી વિવાહ સંબંધિત મુશ્કેલીઓ દૂર થાય છે.
- રોજ કપાળમાં કેસ અથવા ચંદનનું તિલક લગાવીને તુલસીની માળા પહેરવી
- ઘરના પડદા અને ચાદર ગુલાબી રંગની રાખવી. પોતે પણ પીળા વસ્ત્રો પહેરવા
- જમવામાં સૌથી વધારે વખત કેસર મિશ્રીત કરીને જમવું જેથી લગ્ન થવાની શક્યતાઓ વધી જાય છે.