Health

ધાણા અને વરિયાળીનો આ રિતે ઉપયોગ કરો.

ઉનાળો ચાલી રહ્યો છે, ત્યારે ઘણા લોકોને પરસેવાની સમસ્યાઓ જોવા મળતી હોય છે. ક્યારેક તો પરસેવાની ગંધ પણ આવતી હોય છે જે ખૂબ જ શરમજનક પણ લાગે છે. તો અમે આપને આજે જણાવીશું કે કંઈ રીતે તમે પરસેવાની સમસ્યાઓથી છૂટકારો મેળવી શકશો.

ખાસ કરીને ઉનાળામાં આ સમસ્યા વધુ જોવા મળે છે કારણ કે, વાતાવરણનું તાપમાન વધુ હોય, શારીરિક શ્રમ વધુ કર્યો હોય ત્યારે પરસેવાનું પ્રમાણ વધી જવું સામાન્ય છે. પરંતુ તાપ-શ્રમના અભાવમાં પણ પરસેવો વધુ વળવો એ અસામાન્ય છે. ડાયાબિટીશ, મેનોપોઝ, હાર્ટડિસિઝ, થાયરોઈડ જેવા રોગમાં તાપ-શ્રમના અભાવમાં પણ પરસેવો વધુ થાય છે.

આ સમસ્યાઓ થી છુટકારો મેળવવા ઘરેલુ ઉપચાર અપનાવીએ. ઘરમાં આ સરળતા થી ધાણા-વરીયાળી મળી જાય છે . આ બંનેને સરખાભાગે ભેળવી બનાવેલ ૩ ગ્રામ ચૂર્ણ ૧ ગ્લાસ પાણીમાં રાતભર પલાળી રાખેલું પાણી સવારે ખાલી પેટે પીવું. આ સિવાય તમે તાજા લીલા શાકભાજી, ખીરા કાકડી-અન્ય સલાડ, પાતળી મોળી છાશ, ઓછા મરચાં-મસાલા નાંખેલી વાનગીઓનો ખોરાકમાં ઉપયોગ કરવો.

આ સિવાય શારીરિક રીતે ધ્યાન રાખો.ઊંડા શ્વાચ્છોશ્વાસ, સ્વીમિંગ, જીમીંગ, યોગાસન, ડાન્સ, મ્યુઝિક જેવી શારીરિક-માનસિક આરોગ્ય સુધારે તેવી ઈતર પ્રવૃત્તિ કરવી. સમયાભાવ અને અન્ય કારણોની આડમાં જીવનની જીવંતતા માટે જરૂરી પ્રવૃત્તિ ટાળવી નહી. આ બધી પ્રવૃત્તિની સીધી સારી અસર નાડીતંત્રની સ્વસ્થતા પર પણ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!