નટુકાકા થયા બેરોજગાર, પોતાની વ્યથા જાહેરમાં કરી.
હાલમાં દેશમાં કોરોના કહેર કોઈના સ્વજનો નો ભોગ લઈ રહ્યો છે ત્યારે કોઈકની રોજી રોટી છીનવી રહ્યો છે.ત્યારે ખાસ કરીને ફિલ્મજગતના મોટા મોટા કલાકારોને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. ચાલો આજે આપણે સૌનાં લોકપ્રિય કલાકાર એવા નટુકાકા ઉર્ફ ઘનશ્યામ નાયક ની તફલિકો વિશે જાણીશું. કહેવાય છે ને કે દરેક વ્યક્તિને કુદરતની આફ્તનો ભોગ બનવું જ પડે છે.
આપણે સૌ જાણીએ છે કે, હાલમાં મહારાષ્ટ્રમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે આ કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના કલાકારો બેરોજગાર બની ગયા છે અને જે લોકોને ત્યાં શૂટિંગ ચાલુ છે ત્યાં સિનિયર સીટીઝન કલાકારોને રજા આપી દેવામાં આવી છે. આવા સમયમાં નટુકાકા ને ભારે તફલિકનો સામનો કરવો પડ્યો છે.નટુ કાકાનું કહેવું છે કે, મેં છેલ્લે માર્ચ મહિનામાં શૂટિંગ કર્યું હતું ત્યારબાદ હું ઘરે બેરોજગાર બેઠો છું.
થોડા સમય પહેલા જ તેઓ કેન્સરની બીમારી માંથી બહાર આવ્યા અને ત્યાં જ લોકડાઉન થતા તેમનું કામ અટકી ગયું છે. નટુકાકા એ કહ્યું કે હાલમાં આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે, તેવામાં હવે આ લોકડાઉનનાં લીધે તેઓ બેરોજગાર બની ગયા છે, વાયરસ થી તો મૃત્યુ થાય કે નહીં પરંતુ આ બેરોજગારી ન લીધે બહુ તફલિકો ભોગવી પડે છે.