Gujarat

નવસારીના 74 વર્ષ ના દાદામા એ ઢોલીડા સોંગ પર એવો ડાન્સ કર્યો કે વિડીઓ જોઈ તમે આલીઆ ભટ્ટ ને ભુલી જશો ! જુવો વિડીઓ

સોશિયલ મીડિયા પર નવા વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે હાલ જ એ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક ઉંમરલાયક દાદીમાં ઢોલીડા સોંગ ખુબ સુંદર રીતે નાચી રહ્યા છે લોકો આ વિડીયો જોઈને દાદીમાના ખૂબ વખાણ કરી રહ્યા છે ત્યારે આવો જાણીએ કે આ યાદીમાં કોણ છે અને ક્યાં રહે છે.

જો આ દાદીમા ની વાત કરવામા આવે તો મીડીયા રીપોર્ટ અનુસાર દાદીમાની ઉમર 74 વર્ષ ની છે અને તેવો નવસારીના ઈટાળવા રોડ પર રહે છે. આ 74 વર્ષિય દાદીમાનુ નામ જશોદાબેન પટેલ છે જેવો ના બે પુત્રો વિદેશ મા સ્થાઈ થયેલા છે જયારે જશોદાબેન પોતાના પતિ ની સાથે નિવૃતિ નુ જીવન ગાળી રહ્યા છે. આ ડાન્સ નો વિડીઓ 8 માર્ચ નો વિશ્વ મહીલા દિવસ ના રોજ નો છે જયારે આ કાર્યક્રમ મા તેવો સ્ટેજ પર ડાન્સ કર્યો હતો.

જશોદાબેન જણાવ્યું હતુ કે તેવો આ અગાવ ક્યારે પણ સ્ટેજ પર ડાન્સ કર્યો નથી પરંતુ આ સિનિયર સિટીઝનના પ્રોગ્રામમાં મા ડાન્સ કરવા માટે તેમના પતિએ પ્રોત્સાહન આપ્યુ હતુ. આ ડાન્સ કરવા માટે જશોદાબહેને 5 દિવસ ની પ્રેક્ટીસ કરી હતી અને 74 વર્ષો ગંગુભાઈ કાઠીયાવાડી ફીલ્મ ના સોન્ગ ઢોલીડા પર ખુબ સુંદર ડાન્સ કરી સૌ કોઈ ને ચોંકાવી દિધા હતા.

જશોદાબેન ને નાનપણ થી જ ગરબા રમવાનો ઘણો શોખ હતો અને ઉમર ની સાથે કાંઈક નવુ શીખવાનો અને નવુ કરવાનો જુસ્સો ઓછો થતો જાય છે ત્યારે આવા લોકો માટે જશોદાબહેને એક ઉદાહરણ પુરુછે પાડયું છે. જયારે જશોદાબેન હાલ સોસિયલ મીડીયા ચારે કોર ફેમસ થય ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!