પતિનો જીવ બચાવવા પત્ની પોતાના પ્રાણની ચિંતા કર્યા વગર પતિને શ્વાસ આપ્યો! જાણો કરુણ ઘટના વિશે.
ખરેખર ઇશ્ર્વર જાણે નિર્દય બન્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હાલની પરિસ્થિતિને જોતા આપણે દોષ પણ કોને આપીએ? કુદરતનો પણ શું વાંક આ મહામારીમાં ? જે થયું તેનો પણ એક દિવસ અંત આવી જશે. હાલમાં આપણે સૌ કોઈ સોશિયલ મીડિયાનાં માધ્યમથી આ મહામારીનાં કરુણ દ્રશ્યો જોઈ જ રહ્યા છીએ ત્યારે હાલમાં જ એક તસ્વીર વાયરલ થઈ રહી છે જેમાં એક પત્ની પોતાના પતિને બચાવવા કૃત્રિમ રીતે શ્વાસ આપી રહી છે.
આ દ્ર્શ્ય જોઈને ખરેખર એ તો ખ્યાલ આવી જાય કે આજે માણસ પોતાનો જીવ બચવવા કેટલું સહેવું પડે છે. પરિસ્થિતિ એટલી ભયાનક છે કે પોતાના સ્વજનો પણ કંઈ કરી શકતા નથી કારણ કે સરકારી કે પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ લોકો દર્દીની સારવાર કરીને જીવ બચાવી શકે તેમ નથી ત્યારે કોઈ ઓકિસજન લીધે તો કોઈ યોગ્ય સારવાર ન મળવાને કારણે મૃત્યુ પામેં છે.
આ સ્ત્રીની વેદના એ સમયે કેવી હશે એ આ દ્રશ્ય જોઈને ખ્યાલ આવી જાય કે તમારૂ પોતાનું સ્વજન તમારા ખોળે એક એક શ્વાસ માટે તડપી રહ્યું હોય અને જાણે અંતિમ સમય હોય ત્યારે તેનો જીવ બચાવવા તમે અથાગ પ્રયત્નો કરશો કારણ કે તે તમારો પોતાનો જીવ છે. એ મહિલા જાણે છે કે, તેના પતિને કોરોના છે જો તેને તે સ્પર્શે કરશે તો તેને આ રોગ ભોગ લેશે તેનો પણ ખરેખર જ્યાં પોતાનું હોય ત્યાં બધું જ ભુલાય જાય છે.
પોતાના પ્રાણની પરવહા કર્યા વગર આ સ્ત્રી પોતાના શ્વાસ થી તેના પતિને શ્વાસ આપી રહી હતી કે તેનો જીવ બચી જાય એ ભાન પણ ભૂલી ગઈ કે આવું કરવાથી તેનો જીવ પણ જશે પરતું પ્રેમ અને લાગણી બધું જ ભૂલવી દઈએ છે અને બસ એક મનમાં આશ હોય કે જીવ બચાવી લવ હું ખરેખર અથાગ પ્રયત્ન કરવા છતાં આ જીવે ખોરડું છોડી દીધું.