પત્નીએ પતિને પેરાવ્યું મંગળસૂત્ર જાણો અનોખા લગ્ન વિશે.
ખરેખર ક્યારે ક્યાં શુ બની જાય કોઈ કહી નથી શકતું કારણ કે સૌ કોઈ પોતાના વિચારો અને સ્વપ્ન ને ખાતર કંઈ પણ કરતા હોય છે, ત્યારે ચાલો આજે આપણે એક અનોખો લગ્ન વિશે જાણીએ. મુંબઈના દંપતીએ એકબીજાને મંગળસૂત્ર પહેરાવીને લગ્ન કર્યા હતા. ચોંકી ગયા ને?
વાત જાણે એમ છે કે, કોલેજમાં ગ્રેજ્યુએટ થયાના ચાર વર્ષ પછી તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. શાર્દુલે એવું પણ જણાવ્યું હતું કે, તનુજા પોતાના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર હિમેશ રેશમિયાના ગીતને શેર કરતી હતી અને કેપ્શનમાં ટોર્ચર લગતી હતી અને હું તેનો જવાબ આપતો હતો મહા ટોર્ચર. આ રીતે અમારી વાતચીત શરૂ થઈ અને ત્યારબાદ થોડા દિવસ પછી અમે બંને ચાની કીટલી પર મળ્યા હતા.
આ મુલાકાત બાદ શાર્દુલે તનુજા સાથે લગ્ન કરવા માટે તેના માતા-પિતાને જાણ કરી હતી અને કહ્યું હતું કે તેઓ એક વર્ષથી સાથે ડેટ કરી રહ્યા છે અને સપ્ટેમ્બર 2020થી તેઓ લગ્નનું પ્લાનિંગ કરી રહ્યા હતા. એક દિવસ મેં તનુજાને એવું પૂછ્યું હતું કે, ફક્ત છોકરીઓને જ મંગળસૂત્ર શા માટે પહેરવું પડે છે શું, આનાથી કોઈ લોજીક છે અને અમે બંને તો બરાબર છે. એટલા માટે મેં પણ મંગળસૂત્ર પહેરવાનું જાહેર કર્યું.
મારા આ નિર્ણયથી માતા-પિતા પણ હેરાન થયા હતા અને અમને આ બાબતે ઘણા સવાલો કરવામાં આવ્યા હતા પરંતુ મેં કોઈની વાત ન માની અને અમે બંને એકસાથે મંગળસૂત્ર પહેરીને સમાનતા બતાવી છે.શાર્દુલે જ્યારે એકબીજાને મંગળસૂત્ર પહેરાવતો ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો ત્યારે લોકોએ તેને ખૂબ જ ટ્રોલ કર્યો અને લખ્યું હતું કે, હવે સાડી પહેરી લો.