બોલિવુડનાં શદાબહાર અભિનેત્રી શશીકલાનું થયું નિધન!જાણો જીવનની અંગત વાત.
કાલે ગુજરાત તેના સૌથી લોકપ્રિય કલાકાર ગુમાવ્યા છે, તો બોલિવુડ 90 દશકની સૌથી લોકપ્રિય અભિનેત્રી જે શદાબહાર રહ્યા છે. અઢળક ફિલ્મો તેમજ ધારવાહિકમાં અભિનયના ઓજશ પાથનાર આ અભિનેત્રી એ 89 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી છે. ચાલો જાણીએ કે, કંઈ રીતે આ અભિનેત્રીનું નિધન થયું.
અભિનેત્રી શશીકલાનું આજે અહીં દક્ષિણ મુંબઈના કોલાબા વિસ્તારસ્થિત નિવાસે નિધન થયું છે. એ 88 વર્ષનાં હતાં. વૃદ્ધાવસ્થાને લગતી સ્વાસ્થ્યની તકલીફોને કારણે એમણે અહીં અંતિમ શ્વાસ લીધો છે. શશીકલાએ અનેક હિન્દી ફિલ્મોમા ભૂમિકાઓ ભજવી હતી. એ હસમુખાં અને ઉત્સાહી કલાકાર તરીકે જાણીતાં રહ્યાં છે.
એમનો જન્મ 1932ના ઓગસ્ટમાં મહારાષ્ટ્રના સોલાપુરમાં મહારાષ્ટ્રિયન પરિવારમાં થયો હતો. એમનું નામ હતું શશીકલા ઓમપ્રકાશ સૈગલ. તમને ખબર નહીં હોય કે તેમની કારકિર્દીની પ્રથમ ફિલ્મ ઝીનત માટે તેમને માત્ર 25.રૂ વળતર મળ્યું હતું. આ ફિલ્મથી તેમની અભિનયની સફર શરૂ થઈ જે અવિરતપણે ચાલુ જ રહી.
શશીકલાએ પોતાનાં જીવનકાળમાં અનેક ફિલ્મો આપી પરતું તેમમાં તેમની સૌથી યાદગાર ફિલ્મોની યાદીમાં ‘તીન બત્તી ચાર રસ્તા’, ‘સુજાતા’, ‘આરતી’, ‘નૌ દો ગ્યારહ’, ‘કાનૂન’, ‘હરિયાલી ઔર રાસ્તા’, ‘વક્ત’, ‘દેવર’, ‘અનુપમા’, ‘નીલકમલ’ ,’હમજોલી’, ‘સરગમ’, ‘ક્રાંતિ’, ‘રોકી’, ‘કભી ખુશી કભી ગમ’, ‘મુજસે શાદી કરોગી’, વગેરે. એમણે ‘સોન પરી’, ‘જીના ઈસી કા નામ હૈ’ જેવી અમુક હિન્દી ટીવી સિરિયલોમાં પણ અભિનય કર્યો હતો, તેમનું વ્યક્તિત્વ અને ખાસ તો ઘડપણની ઉંમરે પણ તેમના ચહેરાનું નૂર સોળ વર્ષની કન્યા જેવું જ હતું.