ભાવનગર ના 102 વર્ષ ના માજી એ કોરોના ને માત્ર 12 દીવસ મા હરાવ્યો
છેલ્લા 15 દિવસ મા ગુજરાત ના દરેક જીલ્લા મા કોરોના નો કાળો કહેર જોવા મળી રહયો છે. દરેક જીલ્લા મા કેસો ની સંખ્યા વધી છે ત્યારે ભાવનગર થી એક પોઝિટીવ સમાચાર સામે આવ્યા છે.
ભાવનગર મા 102 વર્ષ ની ઉંમર ધરાવતા વૃધ્ધ રાણીબેન કોજાણી 12 દિવસ પહેલા કોરોના ના શિકાર બન્યા હતા. તેવો એ માત્ર 12 દિવસ મા જ કરોના ને હરાવી હોસ્પિટલ માથી રજા મેળવી હતી.
રાણીબેન કોજાણી ને 12 દિવસ પહેલા કોરોનો રીપોર્ટ પોઝીટીવ આવતા ભાવનગર ની સર.ટી હોસ્પીટલ મા દાખલ કરવામા આવ્યા હતા જયા તેવો ને ઓક્સીજન નુ પ્રમાણ ઘટતા 9 દીવસ ઓકસીજન પર રાખવામાં આવ્યા હતા. કોરોના ની બીજી ઘણી લહેર ઘાતક છે ત્યારે ભાવનગર ની સર ટી હોસ્પીટલ ના મેડીકલ સ્ટાફ અને ડોક્ટરો ની મદદ થી રાણીબેન 102 વર્ષ ની ઉમરે માત્ર 12 દિવસ મા જ કરોના ને માત આપતા તેમ ના પરીવારજનો મા ઘણી ખુશી જોવા મળી હતી.