મરેલા બાપ ને દીકરી ઓ એ જ કાંધ આપવી પડી કારણ જાણી શરમ આનુભવશો.
મહારાષ્ટ્ર ના ચંદ્રપુર મા એક એવી ઘટના બની કે જે જાણી ના તમારુ હયું હચમચી જાશે એક મરેલા બાપ ને કોઈ એ કાધ ના આપી ત્યારે તની દીકરી ઓ એ જ કાંધ આપી હતી.
ચંદ્રપુરના ભાંગારામ વોર્ડમાં રહેતા 58 વર્ષીય પ્રકાશ ઓગલે લાંબા સમયથી બીમાર હતા. તે જ સમયે, તાજેતરમાં જ તેણે આ રોગ થી જીવ ગુમાવ્યો અને તેનું મોત નીપજ્યું. પિતાના મૃત્યુના સમાચાર મળતાં જ તેમની પુત્રીઓ ઘરે આવી અને અંતિમ સંસ્કારની તૈયારી શરૂ કરી દીધી. દીકરીઓને લાગ્યું કે આ સમાચાર ગામ લોકો સુધી પહોંચતાની સાથે જ તેઓ મદદ માટે આગળ આવશે. પણ સમય વીતતો ગયો અને કોઈ મદદ એ ના આવ્યુ.
જયારે ગામ માથી કોઈ કાંધ દેવી માટે પણ ના આવ્યુ ત્યારે પિતા ની દીકરીઓ એ જ હિમ્મત બતાવી અને પિતા ના અંતીમ સંસ્કાર ની તૈયારી શરુ કરી.
આવુ શેના કારણે બન્યુ??? :- આવુ શામાટે માટે બન્યુ કે કોઈ કાંધ દેવા ના આવ્યુ?? આનુ કારણ છે પંચાયત નુ ફરમાન…પ્રકાશ ઓગલેની એક પુત્રીએ જણાવ્યું હતું કે જાતપંચાયતે ફરમાન કર્યુ હતુ કે ગામની કોઈ પણ વ્યક્તિ તેના પિતાને કાંધ આપશે નહી જો કોઈએ આવું કર્યું, તો તેને પણ સમાજની બહાર ચરવામા આવશે આવશે. પંચાયત ના આ ફરમાન ના લીધે કોઈ કાંધ દેવા માટે આગળ આવ્યુ નહોતુ જેના કારણે દીકરીઓ એ જ કાંધ આપી હતી.
મૃતક પ્રકાશ ઓગલેને સાત પુત્રી અને બે પુત્ર છે. તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને પૈસાના અભાવે પ્રકાશ ઓગલે લગ્ન જેવા સમાજના કોઈ કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો. જાટ પંચાયતે ગામના કોઈપણ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ તેના પર દંડ ફટકાર્યો હતો. જેને તે ભરી શક્યો નહીં. જે બાદ તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.
જાત પંચાયત ના ડર થી પોતાના સગા વહાલા ઓ પણ દુર રહ્યા અને કાંધ ના આપી ત્યારે દીકરી ઓ એ કાંધ આપી અંતીમ સંસ્કાર માટે રવાના થય હતી.