માત્ર 13 કલાંક મા કોરોના એ આખા પરીવાર નો ભોગ લઈ લીધો, ઓમ શાંતિ
કોરોના ના કારણે અનેક પરીવારો ના જીવન તબાહ થયા છે કોઈ ની માતા તો કોઈ ના પિતા અને ભાઈ બહેનો ને ગુમાવવા નો વારો આવ્યો છે ત્યારે ફરી એક કરુણ ઘટના સામે આવી છે જેમા ત્રણ પરીવાર ના સભ્યો નો પરીવાર કોરોના લીધે દુનીયા માથી જતો રહ્યો છે.
મહારાષ્ટ્ર ના શિરલા તાલુકાના શિરશીમાં આ કરુણ ઘટના સામે આવી છે જેમા ઝીંમુર પરીવાર પર આભ ટુટી પડયું હતુ. ડુંગરાળ વિસ્તાર મા રહેતો આ પરીવાર ત્રણ સભ્યો નો હતો. પુત્ર સચિન મહાદેવ ઝિમુર એક સોફ્ટવેર એન્જિનિયર છે. જે 15 દિવસ પહેલા મુંબઈથી પોતાના ગામે પરત આવ્યો હતો. આ દરમિયાન તેની માતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારબાદ તેના પિતા પણ કોરોના સંક્રમિત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને ત્યાર બાદ સચીન નો પણ કોરૉના રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.
માતા પિતા અને પુત્ર ત્રણેય હોસ્પીટલ મા સારવાર હેઠળ હતા જયા બુધવારે 5 વાગે પિતા નુ મૃત્યુ થયુ અને ત્યાર બાદ વેન્ટીલેટર પર સારવાર લઈ રહેલી સચીન ની માતા અને ખણતરી ની કલાંક મા પુત્ર નો પણ જીવ ગયો હતો. એક સમગ્ર પરિવાર કોરોનાને કારણે આ પ્રકારે માત્ર 13 કલાકના સમયમાં જ ખતમ થતા પરિવારમાં ગમગિનીભર્યા દ્રશ્યો સર્જાયા હતા.