રાત્રી કરફ્યુ શા માટે ? મોદીજીએ જણાવ્યું કારણ..
હાલમાં જ લોકડાઉન શરૂ થયું હતું તેનું એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે, ત્યારે ફરી એકવાર કોરોનાની બીજી લહેર નું આગમન થઈ ગયું છે, ત્યારે અનેક રાજ્યોમાં લોકડાઉન તેમજ કરફ્યુ લગાવવામાં આવ્યું છે. આ મહામારી અનેક જીવોના ભોગ તો લીધા છે પરતું આર્થિક રીતે મહામારી આવી છે.
હાલમાં ગુજરાતના 20 શહેરોમાં રાત્રી કરફ્યુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે ચાલો જાણીએ કે શા માટે મોદીજી રાત્રી કરફ્યુ કરવાનાનું નક્કી કર્યું. દેશમાં કોરોના વાયરસના વધતા કેસોએ ફરી એક વખત કેન્દ્ર અને રાજ્યોની સરકારોનું ટેન્શન વધારી દીધું છે. કોરોના વાયરસને રોકવા માટે દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ સહિતના રાજ્યો અને લખનૌ, નોઈડા અને ગાઝિયાબાદ સહિતના શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લગાવી દેવાયો છે. જોકે, નાઈટ કર્ફ્યૂને લઈને સમાજના એક વર્ગનું કહેવું છે કે, શું કોરોના રાતમાં જ નીકળે છે? એ જ કારણ છે કે, પીએમ મોદીએ દેશવાસીઓને નાઈટ કર્ફ્યૂ અંગે જણાવવું પડ્યું છે.
કોરોના મહામારીએ વિકરાળ રૂપ લીધું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી સ્થિતિની સમીક્ષા કરી. તેમણે નાઈટ કર્ફ્યૂનું સમર્થન કરતા કહ્યું કે, તેને કોરોના કર્ફ્યૂનું નામ આપવાથી જાગૃતિ વધશે. પીએમએ કહ્યું કે, દુનિયાભરમાં નાઈટ કર્ફ્યૂને સ્વીકાર કરાયો છે, તેને હવે આપણે નાઈટ કર્ફ્યૂને બદલે કોરોના કર્ફ્યૂના નામે યાદ રાખવો જોઈએ.
પીએમ મોદીએ કહ્યું કે, ‘કેટલાક બુદ્ધિજીવી ડિબેટ કરે છે કે શું કોરોના રાતમાં આવે છે. હકીકતમાં દુનિયાએ રાત્રિ કર્ફ્યૂના પ્રયોગને સ્વીકાર્યો છે, કેમકે દરેક વ્યક્તિને કર્ફ્યૂ સમયમાં ખ્યાલ આવે છે કે હું કોરોનાકાળમાં જીવી રહ્યો છું અને બાકી જીવન વ્યવસ્થાઓ પર ઓછામાં ઓછો પ્રભાવ પડે. યોગ્ય રહેશે કે આપણે કર્ફ્યૂ રાત્રે 9 વાગ્યાથી સવારે 5 સુધી ચલાવીએ, જેથી બાકી વ્યવસ્થા પ્રભાવિત ન થાય અને નાઈટ કર્ફ્યૂને કોરોના કર્ફ્યૂના નામથી પ્રચલિત કરીએ. આ શબ્દ લોકોને એકજૂથ કરવાના કામમાં આવી રહ્યો છે.’
પીએમ મોદીએ કહ્યું કે, ‘વેક્સીનથી વધુ ચર્ચા ટેસ્ટિંગની કરો, વાયરસ ત્યારે જ રોકાશે જ્યારે દર્દીની સાચી ઓળખ થશે. દરેક રાજ્યએ ટેસ્ટિંગ અને ટ્રેસિંગ વધારવું પડશે. ટેસ્ટિંગમાં બેદરકારી થઈ રહી ચે, સેમ્પલ યોગ્ય રીતે લેવા જોઈએ, દરેક રાજ્ય આરટી-પીસીઆર ટેસ્ટ વધારે. કોરોના એવી બાબત છે, જેને જ્યાં સુધી તમે બહારથી લઈને નહીં આવો, ત્યાં સુધી તે નહીં આવે. એટલે ટેસ્ટિંગ અને ટ્રેસિંગ વધારવાની જરૂર છે.