રુકમણિનાં પાત્ર થી લોકપ્રિય થયેલ અભિનેત્રી લગ્ન પછી આ કારણે ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધું હતું, જાણો આજે શું કરી રહ્યાં છે.
બોલીવુડની જેમ ઢોલીવુડમાં પણ એવી ઘણી અભિનેત્રીઓ છે, જે અચાનક જ ગુજરાતી સિનેમાથી વિદાય લઈ લીધી અને વરસો પછી એક્ટિંગની દુનિયામાં કમબેક કર્યું હોય. આજે આપણે એક એવી જ અભિનેત્રી વિશે વાત કરીશું જે ઘર ઘરમાં લોકપ્રિય થઈ હતી અને આજે ઘણાં લોકો તેને ઓળખતા પણ નહીં હોય પરતું આજે તેઓ એટલા બદલાય ગયાં છે.
આપણે જે અભિનેત્રીની વાત કરી રહ્યા છે પિંકી પરીખની, તેને માત્ર 15 વર્ષની ઉંમરે ગુજરાતી સિનેમામાં ડેબ્યુ કર્યું હતું તેમની માતા પણ ગુજરાતી સિનેમાનાં પીઢ અભિનેત્રી છે, વારસામાં જ મળેલ અભિનયની કળાથી તેમણે ચલચિત્રોની દુનિયામાં ખૂબ જ નામના મેળવી. તેમને સૌથી વધારે લોમપ્રિયતા રામાનંદ સાગરની 1994માં આવેલી ધારાવાહિક શ્રી કૃષ્ણ માં રુકમણિનાં પાત્ર થી મળી હતી.આ સિરિયલ થી તેઓ ઘર ઘરમાં લોકપ્રિય થયા હતા. આ બાદ તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું જેમાં 1998માં દેશ રે જોયા દાદા પરદેશ ફિલ્મથી ખૂબ જ લોકપ્રિયતા મળી હતી અને આ ફિલ્મ માટે તેમને નેગેટિવ રોલ માટે બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.
વિરલ દેસાઈ સાથે લગ્ન કર્યા અને ત્યારબાદ તેઓ મુંબઈ શિફ્ટ થઈ ગયા અને ગુજરાતી ફિલ્મો થી તેઓ દૂર થઈ ગયા તેમનું એક માત્ર કારણ હતું કે સાસુ-સસરાની તબિયત સારી રહેતી નહોતી. આથી જ કામ કરવાનું ધીમે ધીમે ઓછું કરી નાખ્યું હતું. વિરલ દેસાઈ ટેક્સ્ટાઈલ એન્જીનિયર છે પણ હાલમાં રિયલ એસ્ટેટનું કામ કરે છે.અને પોતાનું લગ્નજીવન પસાર કરવા લાગ્યા આજે તેમને ત્યાં બે સંતાન છે. એક દીકરો અને એક દીકરી. તેઓ એક માતાની ભૂમિકા પણ સારી રીતે ભજવી ખાસ વાત એ કે, 10 વર્ષ પછી તેમણે 2019માં મોંન્ટુની બીટ્ટુ ફિલ્મ થિ કમબેક કર્યું હતું.