Gujarat

લગ્ન ના બે મહિના બાદ દુલ્હન 4.50 લાખ ના ઘરેણાં લઈ ને રફફુચકર, જાણો કેવી બની ઘટના

આપણે અનેક વખત ફીલ્મો મા જોયેલું છે કે એક લુટેરી દુલહન હોય છે જે લગ્ન બાદ બધુ લુટી એ વઈ જતી હોય છે હાલ છેલ્લા વર્ષો મા રીયલ મા પણ એવી અનેક ઘટના ઓ બની રહી છે.

સુરત મા પણ એક એવો જ ગુનો નોંધાયો હતો જેમાં બે મહિના બાદ દુલ્હન 4.50 લાખ ના ઘરેણાં લઈ ને ભાગી જવાનો આરોપ છે.આ સમગ્ર ઘટના સુરત ના સરથાણા મા બની હતી. બે મહિના મા બે યુવક ને લુટવાનો આરોપ છે અગાવ ના પતિ સાથે લગ્ન ના 15 દિવસ મા જ તલાક લીધા હતા.

જાણવા મળતી વિગતો અનુસાર સુરતના સરથાણામાં શામધામ રોડ પર સાંઈકૃપા સોસાયટીમાં રહેતા નરેશ પોપટ શિયોરા રત્ન કલાકાર છે. 6 મહિના પહેલા તેમના સંબંધી હરસુખના દુકાને મમતા દૌરાણી નામની મહિલા ખરીદી માટે આવતી હતી. મમતા મૂળ મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના લાડખેટ થાનાના બાનાયત ગામની વતની છે. મમતાએ હરસુખને કહ્યું હતું કે, “કોઈ સારો યુવક હોય તો બતાવજો લગ્નની વાત કરવી છે.

એટલે હરસુખે નરેશને આ વાત કરતા નરેશ અને મમતાની મુલાકાત કરાવી હતી. ત્યારે મમતાએ કહ્યું કે તેના લગ્ન થયા છે પરંતુ પતિથી ડિવોર્સ લેવાની છે. ત્યાર બાદ તે લગ્ન કરશે. નરેશ શિયોરાએ તૈયારી બતાવતા બંનેએ 4 ફેબ્રુઆરીના રોજ વાડીમાં લગ્ન કરી લીધા હતા. લગ્ન સમયે મમતાની માતા અને નરેશના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ તેઓ સારી રીતે રહેવા લાગ્યા હતા.

25 માર્ચ ના રોજ નરેશ ના ઘરમા રહેલા કિંમતી ઘરેણાં અને 1.50 લાખ રોકડ કુલ 4.50 ઘરેણા અને રોકડા લઈ ને નાસી છુટી હતી. આ અંગે નરેશભાઈ ને માલુમ પડતા તેણે સમગ્ર બાબત બાબત હસમુખ ભાઈ ને જણાવી હતી પરંતુ હસમુખભાઈ એ કીધું હતુ કે આ બાબતે તેને કોઈ વાત ની જાણ નથી આ ઉપરાંત નરેશભાઈ એ તપાસ કરતા માલુમ પડયું હતુ કે મમતા એ પહેલા પતિ સાથે પણ લગ્ન ના 15 દિવસ પછી તલાક લઈ ને રૂપીયા ની માંગણી પણ કરી હતી.

આ મામલે નરેશબાઈ શિરોયાએ સરથાણા પોલીસ સ્ટેશનમાં લૂંટેરી દુલ્હન મમતા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે આખરે લૂંટેરી દુલ્હન ને ઝડપી પાડી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!