Entertainment

વરરાજા ની ઘોડી ને ખાટલા ઉપર ચડાવવાનો પ્રયાસ કરવામા આવ્યો અને પછી થયુ જોવો વિડીઓ

દરેક યુવાનનું સપનું હોય છે કે, તે ક્યારે ઘોડી ચડશે અને પોતાની સાંજણને લઈને આવશે. ખરેખર આપણે અહીંયા ત્યાં લગ્નમાં ઘોડી ચડીને જ પરણવા જવાનો જ રિવાજ રહ્યો છે, પરતું આજના સમયમાં લોકો હવે ઓડી, બીએમડબલ્યુ અનેક મોંઘી કારોમાં જ જાણ જોડીને જવાનું પસંદ કરે છે, નહીં તો ઘોડીને માથે ચડવાને બદલે જાજરમાન ઘોડીના રથમાં પણ બેસીને વરરાજો પોતાનો વહુને લેવા માંડવે પહોંછે છે. ત્યારે આજે આપણે એક એવાં જ વરરાજા વિશે જાણીશું જેની ઘોડી એવું કર્યું કે, હવે એ સપનામાં પણ ઘોડી ચડવાનું નહીં વિચારે.

હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડીયો બહુ વાયરલ થઈ રહ્યો છે,જેમાં એક ઘોડી ઉપર નવયુવક સવાર છે અને આજ ઘોડી પાસે સામૈયા દરમિયાન તેમની ખેલ કરાવવામાં આવી રહ્યો અને ઘોડી પણ આ ખેલ ટેવાયેલ જ હોય છે, આ કારણે તે પણ પોતાની આવડત પ્રમાણે ખાટલા ઉપર નાચી રહી છે, પરતું અહીંયા ઘોડી ઉપર વરરાજો પણ તેની સાથે જ હતો. સૌ કોઈ આ ખેલ જોવામાં જ વ્યસ્ત હતું અને સૌનું મન તેમા જ પરોવાયેલું હતું. એક, બે, ત્રણ એમ અનેક વખત ઘોડી પોતાના અંદાજમાં ખાટલા ઉપર ચડીને ખેલ દેખાડી રહી છે, પરતું અચાનક જ એક એવી ઘટના ઘટી કે, જેનાં લીધે વરરાજાને પણ થતું હશે કે, હવે ક્યારેય પણ ઘોડી માથે નહિ બેસું.

વાત જાણે એમ છે કે, આ ઘોડીના ખેલ દરમીયાન વરરાજાએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય તેવું બન્યું! ઘોડી પોતાના મોજીલા અંદાજમાં ખેલ કરી રહી હતી અને જોનારાઓ આ ખેલને માણી રહ્યાં હતાં, પરતું અચાનક જ ઘોડીથી એ ખાટલા પર ચડવા જઇ રહી હતી આ જ દરમિયાન તેનો પગ તે ખટાલા ઉપર પડવાને નીચે પડ્યો અને ઘોડી ઉંધે માથે પડી પરતું તેની ઉપર બેઠેલો વરરાજો પણ પણ પડ્યો અને સૌ કોઈની આંખો સમક્ષ વરરાજા સાથે ન ઘટવાની ઘટના ઘટી ગઈ, ખરેખર આ એક ઘટના પરથી વરરાજા જાનહાનિ પણ થઈ શકતી હતી પરતું એવું ન બન્યું પરતું આપણે આ ઘટના પરથી જરૂર શીખ લેવી જોઈએ.

 

ક્યારેય પણ આવા માત્ર મોજને ખાતર અખતરા ન કરવા જોઈએ, ઘોડીને આ ખેલ માટે ટ્રેન કરવામાં આવી હોય પરંતુ ક્યારેય એનાથી પણ કાબુમાં ન રહેવાય એને ભણ ન રહે પરંતુ આપણે તેની પાસે ખેલ કરાવી ત્યારે તેમાં આપણે ભાગીદાર ન બનવું જોઈએ. હાલમાં આપણે ત્યારે ઉત્તર ગુજરાત બાજુ આવાં ખેલ બહુ કરવામાં આવે છે, ખાસ કરીને જ્યા આવી જ રીતે ખેલ કરવામાં આવે છે. હાલમાં આ વીડિયો લોકોના માટે મનોરંજન અને હાસ્ય માટેનું એક સાધન બન્યુ છે! આ વીડિયો ગુજરાતના ક્યાં શહેરનો છે, એ હાલમાં ખબર નથી પડી અને અમેં પણ આ વીડિયો સાથે કોઈ પુષ્ટી નથી કરતાં પરતું આ વીડિયો સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!