India

વરવા દ્રશ્યોઃ સ્મશાનોમાં અગ્નિ સંસ્કાર માટે જગ્યા નથી તો એક સાથે 8 મૃતદેહોને અગ્નીદાહ

ભારતમાં કોરોના વાયરસને લઈને સ્થિતિ સતત વણસી રહી છે. રાજ્યના કેટલાય શહેરોમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. સ્થિતિ એ છે કે, સ્મશાનોમાં અંતિમ સંસ્કાર કરવા માટે કલાકોનું વેઈટિંગ છે. તો ક્યાંક સ્થિતિ એ છે કે, મૃતદેહ લઈ જવા માટે શબવાહિની ન મળતા લારીઓમાં મૃતદેહો લઈ જવાઈ રહ્યા છે.

ત્યારે મહારાષ્ટ્રના બિડ જિલ્લામાં કોરોનાને લઈને હ્યદય દ્રાવક દ્રશ્યો જોવા મળ્યા. જિલ્લાના અંબાજોગાઈમાં 8 લોકોના એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ 8 લોકો પૈકી એક મહિલા અને 7 પુરુષો હતા. આ તમામ લોકોની ઉંમર 60 વર્ષથી વધારે હતી.  મહારાષ્ટ્રના બિડજિલ્લાનો અંબાજોગાઈ તાલુકો હોટસ્પોટ બન્યો છે. અહીંયા છેલ્લા થોડા દિવસમાં 500 જેટલા લોકો કોરોના પોઝિટિવ થયા છે અને સતત મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.

અંબાજોગાઇ તાલુકો હોટસ્પોટ બન્યો છે, જ્યાં પાછલા દિવસોમાં લગભગ 500 લોકો પોઝિટિવ સામે આવ્યા છે. અહીં કોરોનાથી મોતનો આંકડો પણ વધી રહ્યો છે. બીડ જિલ્લામાં પાછલા 24 કલાકમાં 741 સંક્રમિત મળ્યા છે અને 8 લોકોના મોત થયા છે.

કહેવામાં આવી રહ્યું છે કે, અસ્થાયી સ્મશાન ગૃહમાં જગ્યાની કિલ્લતના કારણે આવું પગલું લેવામાં આવ્યું. એક અધિકારીએ જણાવ્યું કે અંબાજોગઇ નગરના સ્મશાનગૃહોમાં આ લોકોનું અંતિમ સંસ્કારનું સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો, માટે સ્થાનિક અધિકારીઓએ અંતિમ સંસ્કાર માટે અન્ય જગ્યા શોધવી પડી જ્યાં જગ્યા ઓછી હતી.

તાલુકાના નગર પરિષદ પ્રમુખ અશોક સાબલેએ જણાવ્યું, હાલમાં અમારી પાસે જે સ્મશાનગૃહ છે, ત્યાં સંબંધિત મૃતકોનું અંતિમ સંસ્કાર કરવા માટે સ્થાનીય લોકોએ વિરોધ કર્યો. માટે અમે નગરથી 2 કિમી દૂર માંડવા માર્દ પર એક અન્ય જગ્યા શોધી. આ નવા અસ્થાયી અંત્યેષ્ટિ ગૃહમાં પણ જગ્યાની કિલ્લત છે.

ગુજરાતમાં કોરોનાને કારણે વણસેલી સ્થિતિનેે પરિણામે રાજકોટ, સુરત જેવાં શહેરોની હોસ્પિટલોમાં કોરોનાથી મૃત્યુ પામનારનો મૃતદેહ મેળવવા માટે પણ સ્વજનોને 12 કલાક સુધી રાહ જોવી પડે એવી સ્થિતિ છે. એટલું જ નહીં, ડેડબોડી મળ્યા પછી પણ સ્મશાનમાં અગ્નિદાહ માટે 8થી 10 કલાક વેઇટિંગ કરવું પડે છે.

સુરતની હોસ્પિટલો, સ્મશાનની બહાર મૃતદેહોના ખડકલા જોવા મળે છે. મંગળવારે કોરોનાગ્રસ્ત પુત્રીની ચિંતામાં માતાએ અન્નત્યાગ કર્યા બાદ તેમનું મૃત્યુ થયું હતું. વૃદ્ધાની બીજી દીકરી એક તરફ માતાના અંતિમસંસ્કાર માટે દોડાદોડ કરતી હતી તો સાથે સ્મિમેર હોસ્પિટલમાં ગંભીર હાલત ધરાવતી પોતાની બહેન માટે ચિંતાતુર હતી.

વડોદરાના નાગરવાડા વિસ્તારમાં 65 વર્ષીય વૃદ્ધાનું કોરોનાથી મોત નીપજતાં તેમના મૃતદેહને સ્મશાને લઇ જવા માટે એમ્બ્યુલન્સ ન મળતાં મૃતદેહ હાથલારીમાં લઈ જવો પડયો હતો. મહિલાનું હોમ ક્વોરન્ટીન દરમિયાન મૃત્યું થયું હતું. બે-ત્રણ કલાક સુધી પ્રયાસ કરવા છતાં પણ એમ્બ્યુલન્સ મળી શકી નહોતી.

ભરૂચમાં નર્મદા નદી કિનારે બનાવાયેલા કોવિડ સ્પેશિયલ સ્મશાનગૃહમાં બુધવારે વહેલી સવારથી બપોરે 2 સુધીમાં 6 મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. એકસાથે મૃતદેહો આવી જતાં મૃતદેહોને લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો. અંતિમક્રિયા માટે કોવિડ સ્મશાનગૃહ પણ નાનું પડી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!