વારંવાર થતી આંજણીને બીમારી મટાડી દેશે, આ ઘરેલુ ઉપચાર. આ બે ઔષધીનાં લીધે પાછી આંજણી નહીં થાય.
ઘણા લોકો હોય છે, જેને વારંવાર આંખમાં આંજણી થાય છે પરંતુ તેની દવા લેવા છતાં પણ કોઈ પરિણામ મળતું નથી ચાલો અમે ત્યારે આજે આપણે ઘરેલુ ઉપચાર જણાવીશું જેના લીધે તમેં આંજણી ની સમસ્યાને નાબૂદ કરી શકશો.
ક્યારેક આંખની પાંપણ પર ઓઈલ ગ્લેન્ડ્સ (તેલ ગ્રંથિ) વધુ પડતી એક્ટિવ થઈ જાય તો આંજણી થઈ શકે છે. આ માટે સ્ટેફિલોકોરસ બેક્ટેરિયા જવાબદાર છે. આ સિવાય પાંપણમાં કચરો, ઓઈલ કે ડેડ સ્કીન જમા થવાથી પણ આ સમસ્યા થાય છે. આંજણી આમ તો આંખને નુકસાન નથી કરતી પરંતુ ખંજવાળ અને સતત દુઃખાવો થયા કરે છે. આંજણીની સમસ્યામાંથી આ ઘરેલુ ઉપચાર કરીને પણ છૂટકારો મેળવી શકો છો.
5-6 લવિંગ ને સેકી તેનો કોલસો કરી તેની રાખ બનાવવી, આ રાખ જેટલીજ હળદર અને દૂધ મિક્સ કરી લેપ બનાવવો. આ લેપ ને રાત્રે આંજણી પર લગાવી આખી રાત રાખી સૂઈ જવું. 2 દિવસ આ રીતે કરવાથી આંજણી મટી જશે અને જે જગ્યા પર આ લેપ લગાવેલ હોય ત્યાં ફરી આંજણી થતી નથી. આમ, હળદર અને લવિંગ થી આંજણી કાયમ માટે મટી જાશે.
એલોવેરા જેલને દરરોજ આંજણી પર દિવસમાં 3-4 વખત લગાવો. તેને લગાવવાથી આંખોમાં દુખાવો, સૂજન અને ફોલ્લી દૂર થઇ જશે. હૂંફાળી ટી બેગ્સ આંજણીની સારવાર માટે સૌથી અસરકારક છે. હૂંફાળી ટી બેગને આંજણી થઇ હોય ત્યાં મૂકો અને ઠંડી થાય ત્યાં સુધી રહેવા દો. આ ઉપચારથી દુખાવામાં રાહત મળશે અને સાથે જ સોજો ઓછો કરશે.