વાવાઝોડા ના કારણે સૌરાષ્ટ્ર ના ગામડા મા નથી લાઈટ તો લોકો કરે છે આવા દેશી જુગાડ થી મોબાઈલ ચાર્જ, જોવો વિડીઓ
તાઉ તે વાવાઝોડાએ અનેક તારાજી સર્જી છે, ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં આ વાવાઝોડા અનેક ગામડાઓ અને શહેરને વેર વિખેર કરી નાખ્યું છે, ત્યારે આ વાવાઝોડાના લીધે અનેક લોકોએ નુકસાન વેઠવું પડ્યું છે સાથોસાથ અનેક લોકોએ પોતાનું ઘર છોડવું પડ્યું છે, પરતું ગુજરાતીઓ છે, જેઓ આપત્તિમાં અવસર શોધી લે છે.ગુજરાતીઓ ક્યારેય પણ હાર્યા જ નથી તેમની કોઠા સૂઝ ન લીધે તેઓ હંમેશા કપરા માર્ગને ફુલરૂપી માર્ગ બનાવી દે છે.
તાઉ તે વાવાઝોડા ન લીધે અનેક ગામડાઓમાં વિજ પુરવઠો ઠપ્પ પડ્યો છે ,ત્યારે સૌ કોઈને વિજની તફલિકો ભોગવી રહી છે અને વીજ કંપની દ્વાતા લાઈટ આપશે ત્યારે 2 , 3 દિવસો પસાર થઈ જશે આવામાં ગામડા લોકોને આવા સમયમાં પોતાની રીતે કોઠા સૂઝ દ્વારા લાઈટ મેળવીને જ રહ્યા.
સૌરાષ્ટ્રવાસીઓ નો જુગાડ pic.twitter.com/IOQvkDlNcN
— Today Gujarat (@today_gujarat) May 19, 2021
માણસ એક વ્યક્તિ વિના એકલતા અનુભવી લેશે પરતું ફોન વિના માણસ એક સમય નથી રહી શકતો ત્યારે આવા સમયમાં ફોનમાં જો ચાર્જ ન હોય તો લોકો તડપી ઉઠે છે પરંતુ કહેવાય છે ને કે ગામડા લોકો પોતાના દેશી જુગાડ થી કંઈ પણ અશક્યને શક્ય બનાવી શકે છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડ્યો વાયરલ થઇ રહ્યો છે જેમાં ગામના લોકો ચાર્જ કરવા માટે ટેક્ટરનો સહારો લીધો અને સૌ સાથે મળીને ચાર્જ કરી રહ્યા છે, આવો બનાવ માત્ર સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે.