Sports

વિરેન્દ્ર સહેવાગે ચેતન સાકરિયા માટે એવુ કર્યુ ટ્વિટ કે…..

હાલ ચારે બાજુ આઈપીએલ ના પ્લેયર ચેતન સાકરિયા ની ચર્ચા જોવા મળી રહી છે ખાસ કરી ને ચેતન સોસીયલ મીડીયા પર છવાયેલો છે. ચેતને તની બોલીંગ થી તો સૌને પ્રભાવિત કર્યાં જ હતા સાથે સાથે ફિલ્ડીંગ મા પણ પોતનુ જોમ દેખાડુયુ હતુ.

ચેતન સાકરિયા માટે અલગ અલગ લોકો ના અલગ અલગ નીવેદનો સામે આવી રહયા છે ચેતન ના સૌ કોઈ વખાણ કરી રહયુ છે તાજેતર મા જ ભારત ના ભૂતપૂર્વ પ્લેયર વિરેન્દ્ર સેહવાગે પણ ચેતન માટે ટ્વિટ કર્યુ હતુ જેમા તેણે લખ્યુ હતુ કે.

સહેવાગે સાકરિયાની માતાનુ ઇન્ટરવ્યુ શેર કરતા ટ્વીટ કર્યુ હતુ કે, ચેતન સાકરીયા ના ભાઇ એ કેટલાક સમય પહેલા સ્યુસાઇડ કર્યુ હતુ. તે સમયે તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમી રહ્યો હતો. 10 દિવસ સુધી તેના માતા પિતા એ આ વાતને ચેતન થી છુપાવી રાખી હતી. જેથી તેની રમતને અસર ના પહોંચે. તે ટ્રોફીને લઇને ટીમના બાયોબબલમાં હતો, એકવાર બહાર નિકળ્યા બાદ તે બાયોબલમાં પરત નહી ફરી શકતા તેના કેરિયરને અસર પહોંચે એમ હતી. ક્રિકેટ માં ભવિષ્યને લઇને આવા યુવાઓ અને તેમના માતા પિતા માટે કેટલુ મહત્વ ધરાવે છે, તે આ પ્રયાસ પર થી જણાયુ છે. હકિકતમાં જ આઇપીએલ એ ભારતીય યુવાઓના સપનાઓને સાકાર કરી રહ્યુ છે, એટલે જ કેટલીક કહાની ઓ એક અસાધારણ લાગી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!