શું આપના હાથમાં પણ છે આ રેખા? તો વ્યાપાર-ધંધામાં મળશે અપાર સફળતા…
આજે વાત કરવી છે, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં બતાવેલા એક અદભૂત યોગની. આમ તો હસ્તરેખા શાસ્ત્ર કે જ્યોતિષ શાસ્ત્ર એ એક એવું ગહન શાસ્ત્ર છે કે, જેને જાણવું અને સમજવું અઘરું હોય છે. પરંતુ હા, તેમાં બતાવેલી વાતોને માનીએ તો, ભાગ્યોદય થાય છે તે વાત ચોક્કસ છે.
ત્યારે આજે એવા યોગની વાત કરીએ કે, જે યોગ જો તમારા જીવનમાં હોય તો આપ ધનવાન બની શકો છે. આ યોગનું નામ બુધ યોગ છે. બુધ નામના ગ્રહનો સંબંધ વ્યાપાર અને વ્યવસાય સાથે હોય છે. એટલા માટે બુધ યોગ જો કોઈની હથેળીમાં હોય તો તે પોતાના વ્યાપારને ઉંચાઈ સુધી પહોંચાડી શકે છે.
જાણો કઈ રીતે બને છે બુધ યોગ?
હથેળીમાં બુધ પર્વત કનિષ્ઠિકા એટલે કે સૌથી નાની આંગળીની નીચે હોય છે. જો કોઈના જમણા હાથમાં બુધ પર્વત પૂર્ણ રીતે વિકસિત હોય અને ચંદ્ર પર્વતથી ધનુષાકાર રેખા બુધ પર્વત પર પહોંચતી હોય અને તે રેખા માર્ગમાં ક્યાંય પણ તૂટતી ન હોય અને કમજોર ન હોય અને બહુ પાતળી નહોય તો વ્યવસાયમાં ભાગ્ય ચમકી શકે છે. અને જો એક સમાન ઉંડાઈ વાળી લાઈન જો ચંદ્ર પર્વતથી બુધ પર્વત સુધી પહોંચે તો બુધ યોગ બને છે.
બુધ યોગ સાથે જોડાયેલી ખાસ વાતો…
- જે વ્યક્તિના હાથમાં બુધ યોગ હોય તે વ્યાપાર-વ્યવસાયમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત કરે છે. ભલે કોઈપણ બિઝનેસ હોય તે શિઘ્ર તેમાં સફળતા પ્રાપ્ત કરી લે છે.
- આવા વ્યક્તિના જીવનમાં ધન સંપત્તિનો કોઈ અભાવ નથી રહેતો. શારીરિક દ્રષ્ટીએ પણ તે સ્વસ્થ હોય છે.
- આ વ્યક્તિની નિર્ણય ક્ષમતા અત્યંત પ્રબળ હોય છે. આ વ્યક્તિ બિઝનેસ મામલે કોઈપણ નિર્ણય કરવામાં ક્યારેય વાર નથી કરતો. આવા વ્યક્તિના બિઝનેસમાં શત્રુઓ પણ ખૂબ હોય છે પરંતુ આ શત્રુઓ તેનું કંઈ જ બગાડી શકતા નથી.
- ચંદ્ર પર્વતથી ચાલનારી રેખા અત્યંત સ્પષ્ટ-ચોખ્ખી, ક્યાંય કપાતી ન હોય તેવી હોવી જોઈએ. આ રેખા પર કોઈ તલ અથવા અન્ય ચિન્હ પણ ન હોવું જોઈએ.
- આ યોગના પૂર્ણ નિર્માણ માટે એ અત્યંત જરૂરી છે કે, બુધ પર્વત પૂર્ણ રીતે વિકસિત અને સીધો ઉપરની તરફ વિકસિત હોય.