સંતાકલો દા મા એવી જગ્યા એ છુપાયા કે પાંચે બાળકો ના થયા મોત, વાલીઓ માટે ચોંકાવનારો કીસ્સો
રાજસ્થાનના બીકાનેરમાં એક ખૂબ જ આઘાતજનક ઘટના સામે આવી છે સંતાકલો દા રમતા છુપાયેલા રમતા રમતાં ડ્રમમાં છુપાવા થી 5 બાળકોનાં મોત નીપજ્યાં હતાં. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાળકો જે ટાંકી મા છુપાયેલા હતા તે ઢાકેલુ હતું અને અનાજ સંગ્રહવા માટે તેનો ઉપયોગ કરતો હતો. બાળક તેમાં છુપાતાંની સાથે જ તેનું ઢાકણ અચાનક બંધ થઈ ગયું, જેના કારણે બાળકો ગૂંગળામણ મરી ગયા. મૃત્યુ પામેલા બાળકોમાંથી ચાર ભાઈ-બહેન હતા, જેની ઉંમર 4 થી 8 વર્ષની વચ્ચે હતી. રાજસ્થાન ના મુખ્ય અશોક ગેહલોતે આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે.
પરિવારના જણાવ્યા મુજબ, તેઓએ ડ્રમ કવર ખોલતાંની સાથે જ તેમના હોશ ઉડી ગયા હતા. તમામ બાળકો બેભાન અવસ્થામાં હતા. તુરંત જ પાંચે બાળકો ને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને ડોકટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આમાંથી ચાર બાળકો ભાઈબહેન હતા, તેમનુ ના સેવારામ, રવિના, રાધા અને પૂનમ છે. તે બાળકોના પિતાનું નામ ભાયારામ છે, જે વ્યવસાયે ખેડૂત છે. પાંચમા બાળકની નુ નામ માલી છે જે ભૈરારામની ભત્રીજી છે.