સખત પરિશ્રમ બાદ પણ નથી મળતી સફળતા? અપનાવો આ ઉપાય…
જો તમે ખૂબ મહેનત કરતા હોય અને બાદમાં પણ આપને સફળતા ન મળતી હોય અને દરેક સમયે આપની સાથે કંઈક ખોટું થતું હોય તો સમજી લો કે આપના જીવનમાં પનોતી આવી ગઈ છે. જીવનમાં પનોતી આવે ત્યારે મનુષ્ય પોતાના દરેક કાર્યમાં નિષ્ફળ જાય છે અને કેટલાય પ્રકારના દુઃખોનો સામનો કરવો પડે છે.
પનોતી આવવા પર આપ ગભરાશો નહી અને નીચે બતાવવામાં આવેલી વાતનું ધ્યાન રાખો. વાસ્તુ અને ફેંગશુઈમાં બતાવવામાં આવેલા આ ઉપાયો કરવાથી પનોતી ખતમ થઈ જાય છે અને ભાગ્ય ખુલી જાય છે.
ન કરશો અગ્નિનું અપમાન
જો લોકોના જીવનમાં પનોતી ચાલી રહી છે તે લોકો ભૂલથી પણ અગ્નિનું અપમાન ન કરે. અગ્નિનું અપમાન કરવાથી પનોતીમાં વધારો થાય છે. હકીકતમાં હિંદુ ધર્મમાં અગ્નીને દેવતાનું સ્થાન આપવામાં આવ્યું છે. અને અગ્નિનું અપમાન કરવું મતલબ કે દેવતાનું અપમાન કરવું. એટલા માટે હંમેશા અગ્નિનું સન્માન કરો. ક્યારેય મિણબત્તિ કે કોઈપણ સ્વરૂપે અગ્ની હોય તેને ફૂંક મારીને ઓલવશો નહી. અને માસીચની તીલીને ક્યારેય તેના પર પગ મૂકીને પણ ન ઓલવવી જોઈએ.
અરીસો લગાવો
અરીસો એકદમ શુભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં અરીસો યોગ્ય દિશામાં લગાવવામાં આવે તો ઘરમાં પોઝિટિવિટી વધી જાય છે. એટલા માટે આપ પોતાના ઘરમાં અરીસો જરૂર લગાવો. પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે, તે યોગ્ય દિશામાં હોય. કારણ કે ખોટી દિશામાં મૂકેલો અરીસો નેગેટિવિટિ વધારે છે. અરીસાને રસોડામાં ઉત્તર દિશા તરફની દિવાલ પર લગાવવો જોઈએ. ઉત્તર દિશામાં અરીસો રાખવાથી ઘરમાં અન્નની કમી નથી થતી.
ઘરમાં તૂટેલી મૂર્તિ ન રાખશો
ઘરમાં ક્યારેય ભગવાનની તૂટેલી મૂર્તિ ન રાખશો. ઘરમાં ભગવાનની ખંડિત મૂર્તિ હોય તો સફળતા રોકાય છે અને કોઈ કાર્યો સફળ થતા નથી. સાથે જ સુખ અને શાંતિમાં ભંગ થાય છે. એટલા માટે આપ ઘરમાં ક્યારેય ભગવાનની કોઈ ખંડિત મૂર્તિ ન રાખશો.
લાફિંગ બુદ્ધા રાખો
લાફિંગ બુદ્ધાને ફેંગશુઈમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ઘરમાં લાફિંગ બુદ્ધા હોવાથી પનોતી ખતમ થઈ જાય છે. ઘર સિવાય આપ આને પોતાના કાર્ય સ્થળ પર પણ રાખી શકો છો. એવું માનવામાં આવે છે કે, લાફિંગ બુદ્ધા પાસે હોવાથી જીવનમાં પ્રસન્નતા, સુખ-સમૃદ્ધિ, સફળતા અને સન્માન બન્યુ રહે છે. એટલા માટે આપ પોતાના ઘરમાં આને જરૂર રાખો. જો કે, એ વાતનું ધ્યાન રાખો કે આપ આને બેડરૂમ અથવા કિચનમાં ન રાખશો.
એક્વેરિયમ
લાફિંગ બુદ્ધાની જેમ ઘરમાં એક્વેરિયમ પણ રાખો. એક્વેરિયમ પણ શુભ હોય છે અને આ ઘરમાં હોવાથી ઘરની નેગેટિવિટિ દૂર થઈ જાય છે. એક્વેરિયમને ઘરની ઉત્તર, દક્ષિણ-પૂર્વ, દક્ષિણ-પશ્ચિમ દિશામાં જ રાખો.