સાથે જન્મેલ જોડિયા ભાઈઓ સાથે જ મૃત્યુ પામ્યા! મોટા ભાઈનું મૃત્યુ થતા નાનાએ પણ…
ઉત્તર પ્રદેશના મરેઠમાં આ મહામારીએ એક એવું રૌદ્રરૂપ લીધું છે જે જાણીને સૌ કોઈનું હ્રદય કંપી ઉઠ્યું છે. અહીંયા એક એવી ઘટના ઘટી છે, કે તમારું હદય દ્રવી ઉઠશે. હાલમાં આપણે એવા સંબંધો જોતા હોઈએ કે અંત સુધી અંકબંધ રહે છે. ક્યારેક બે ભાઈ વચ્ચે અતૂટ પ્રેમ હોય છે પરંતુ મોટેભાગે ને ભાઈઓને બનતું ન હોય! ત્યારે આજે બે એવા જોડિયાભાઇ જીવન અંત સુધી સાથ આપ્યો આ બને છે લાગણીઓ અને પ્રેમનાં લીધે..
વાત જાણે એમ છે કે, મેરઠમાં રહેનારા ગ્રેગરી રેમન્ડ રાફેલના બંને દીકરા એન્જિનિયર હતા. નામ હતુ જોફ્રેડ વર્ગીઝ ગ્રેગરી અને રાલ્ફ્રેડ જોર્જ ગ્રેગરી. આ 23 એપ્રિલના બંનેએ પોતાનો 24મો જન્મદિવસ મનાવ્યો હતો, પરંતુ કોને ખબર હતી કે આ અંતિમ ઉજવણી હશે. જન્મદિવસના આગલા દિવસે જ બંને કોરોનાનો શિકાર બન્યા અને હવે 13-14 મેના બંને ભાઈનું નિધન થયું. ભાઈઓના જન્મમાં ફક્ત 3 મિનિટનું અંતર હતુ, જેમાં રાલ્ફ્રેડ નાનો ભાઈ હતો.
રાફેલે જણાવ્યું કે, પહેલા જોફ્રેડનું મૃત્યુ થયું. જ્યારે આના સમાચાર મા સોજાને મળ્યા તો તેમના મોઢામાંથી એ જ નીકળ્યું કે હવે રાલ્ફ્રેડ પણ નહીં બચે. આ જ થયું, કેટલાક કલાકો બાદ રાલ્ફ્રેડના મૃત્યુ થયાના સમાચાર આવ્યા. તેમણે કહ્યું કે, તેઓ અમને એક સારી જિંદગી આપવા ઇચ્છતા હતા.