સામાન્ય માણસોની પરિસ્થિતિ દુર કરવા કમિશ્નર રૂપ બદલી ને પોલીસે સ્ટેશન ગયા અને પછી જે થયુ જાણી ને સલામ કરશો .
ક્યારે હું પરિસ્થિતિ સર્જાય તે ખબર જ નથી પડતી! આજે આપણે એક વાત કરીશું તો તે જાણીને ચોંકી જશો. હાલમાં જ આ ઘટના સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, પિંપરી ચિંચવડ પુણેને અડીને આવેલું એક શહેર છે.
અહીંના પોલીસ કમિશનર કૃષ્ણ પ્રકાશે એક પ્રયોગ કરવાનો નિર્ણય કર્યો.કોરોના સમયગાળામાં તબીબી સંસાધનોની અછત જોવા મળી છે, ત્યારે .આવી સ્થિતિમાં જ્યારે સામાન્ય માણસ તેની ફરિયાદો લઈને પોલીસ પાસે જાય છે.ત્યારે પોલીસ તેમની સાથે કેવી કાર્યવાહી કરે છે?
પોલીસ કમિશનર કૃષ્ણ પ્રકાશ તેમના પ્રયોગમાંથી તે જાણવા માગતા હતા. તેથી તેમણે પોતાનો વેશ બદલી સહાયક પોલીસ કમિશનર પ્રેરણા કટ્ટાને પણ તેમની સાથે લઈ ગયા હતા.તેમણે તેમની પત્ની હોવાનું નાટક કર્યું હતું.
પોલીસ અધિકારીઓને તેઓએ તેમની રીતે પરીક્ષણ કર્યું.તેઓ દરેક પોલિસ સ્ટેશનમાં જઈને અલગ અલગ ફરિયાદ કરતા હતા.અહીં તેમણે કહ્યું કે મારા પાડોશીને એમ્બ્યુલન્સની જરૂર છે.પરંતુ ડ્રાઇવર 8 હજાર રૂપિયા માંગી રહ્યો છે.
પોલીસકર્મીએ ફરિયાદ નોંધવાનો ઇનકાર કર્યો હતો.પરંતુ કહ્યું કે આ તેમનું કામ નથી.તે જ સમયે પોલીસ કમિશનરે તેમના મોં પરનો માસ્ક દૂર કર્યો.સામે ઊભેલો પોલીસ કર્મચારી ચોંકી ગયા.આ ઘટના બાદ બપોરે દોઢ વાગ્યે કૃષ્ણ પ્રકાશ હિંજેવાડી પોલીસ મથકે પહોંચ્યા હતા.
તેઓ ત્યાં નવી ફરિયાદ લઇને ગયા હતા.પરંતુ અહીં તેમનો અનુભવ પાછલા અનુભવો કરતા વિપરીત હતો.પોલીસ કર્મચારીઓ સભ્યતાથી વર્તાવ કર્યો.ફરિયાદ કરનારની ફરિયાદ પણ ધ્યાનથી સાંભળી.તેમને વાકડ પોલીસ મથકમાં પણ આવો જ અનુભવ હતો.તેમણે ત્યાંના સ્ટાફ સમક્ષ તેમની વાસ્તવિક ઓળખ પણ જાહેર કરી અને તેમના કામની પ્રશંસા પણ કરી.
કૃષ્ણ પ્રકાશે પહેલીવાર આ પ્રકારની પદ્ધતિ અપનાવી નથી.તેઓ જ્યારે બુલઢાણા જિલ્લામાં કામ કરતા હતા ત્યારે પણ તેમણે વેશ બદલીને પોલીસ કર્મચારીઓને આશ્ચર્યચકિત કર્યા હતા.