Gujarat

સિંગ વેચનાર નો દિકરો કેવી રીતે બન્યો અબજપતિ ! આજે દાનવિર કર્ણ તરીકે ઓળખાય છે

જન્મથી ધનવાન છો તો તમે નસીબદાર નથી! જે વ્યક્તિએ અથાગ પરિશ્રમથી જે અઢળક સંપત્તિ મેળવીને ધનવાનબંને છે એ વ્યક્તિ ખરેખર ધન્ય છે! આજે આપણે એક એવા જ વ્યક્તિની વાત કરવાની છે, જેને માનવ સેવા એજ પ્રભુ સેવાને સાર્થક કરી બતાવ્યું છે. સમય બળવાન છે જે તમને દુઃખ અને સુખ બંને બાજુઓથી પરિચત કરે છે બસ આપણે અડગ રહેવા જોઈએ.

સૌરાષ્ટ્રનાં પોરબંદરમાં ખાજા પરિવારમાં જન્મેલ રિઝવાનની જીવનની કથા તમે જાણશો તો ચોંકી જશો. આજે આ વ્યક્તિ માનવની સેવા કરીને ગરીબોનાં આશીર્વાદ મેળવી રહ્યાં છે. એક સમય એવો હતો જ્યારે તેમના પિતા સીંગ વેંચતા હતાં અને એક જ નાની ઓરડીમાં નવ લોકો રહેવાવાળા. આજે  સમય બદલાઈ ગયો અને તેઓ આજે અબજોપતિ છે, ત્યારે લાખો પરિવારને રહેવા જમવાની અને જીવન જરૂરિયાત સેવા પૂરી પાડે છે. ચાલો આ રિઝવાં આડતીયાની સફર વિશે જાણીએ.

52 વર્ષના રિઝવાન આડતિયાનો જન્મ 1967માં પોરબંદરના ઇસ્માયલી ખોજા પરિવારમાં થયો છે. બાળપણથી જ તેઓ સેવાભાવી રહ્યાં છે. માત્ર 16 વર્ષની વયે તેમણે પોરબંદરની એક કંપનીમાં 175 રૂપિયાના માસિક પગારે તેઓએ નોકરીની શરૂઆત કરી હતી અને તેઓ 10માં ધોરણમાં ફેલ થતા તેઓ આફ્રિકા ચાલ્યા ગયા ત્યાર પછી તેમનું જીવન બદલાઈ ગયું.

આજે તે એક દાનવીર અને ઉદ્યોગપતિ તરીકે સમગ્ર દુનિયામાં જાણીતા છે અને તેઓ પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ છે અને તાજેતરમાંજ તેમના જીવન પરથી ફિલ્મ બની હતી. રિઝવાન આળતીયા રિઝવાન ફાઉન્ડેશનના સ્થાપક છે, મોટા ગજાના દાનવીર છે, COGEF ગ્રુપના નામથી દુનિયાભરમાં અનેક મોલ ધરાવે છે. વૃદ્ધો અને ગરીબોને રિઝવાન આડતીયા દેશ અને વિદેશની મફત યાત્રા કરાવે છે.

રિઝવાન આડતીયાનું વિશ્વ વિખ્યાત રિઝવાન આડતીયા ફાઉન્ડેશન ટ્રસ્ટ પણ આવેલું છે. રિઝવાન આડતીયા સૌથી મોટા દાતા તરીકે છાપ ધરાવે છે. હતી આળતીયાએ પોરબંદરથી પેહેરેલા કપડે આફ્રિકા જઈને COGEF  ગ્રુપના નામે સુપરમાર્કેટ અને મોલ્સનો બિઝનેસ શરૂ કર્યો હતો અને કરોડો રૂપિયાનું એમ્પાયર ઉભું કર્યુ હતું. તેમની આ સફળતા પર જ તાજેતરમાં ફિલ્મ બની જેનું નામ રિઝવાન છે. આ વ્યક્તિનાં જીવન પરથી એ શીખવા જરૂર મળે છે કે, જો તમારામાં સપના પુરા કરવાની લગન અને અથાગ પરિશ્રમ કરવાની આવડત હોય તો કોઈ પણ સપનું હકીકતમાં તબદીલ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!