સુરત: સુરત ના પટેલ પરીવાર ના 3 સભ્યો નુ કોરોના થી મૃત્યુ, પરીવાર મા માત્ર દાદી અને પૌત્રો જ બચ્યા
કોરોના એ ઘણા બધા પરીવારો ના માળા વિખી નાખ્યા છે અને હજી સુધી બીજી લહેર કાબુ મા નથી આવી તેવુ લાગી રહ્યુ છે. સુરત ના પટેલ પરીવાર ના ત્રણ સભ્યો ને કોરોના ભરખી ગયો હતો.
મળતી માહિતી મુજબ સુરત જીલ્લા ના હુડકો સોસાયટી પાસે આવેલ બજરંગ વાડી મા રહેતો સમગ્ર પટેલ પરીવાર કોરોના કોરોનાગ્રસ્ત થયો હતો. બાબુભાઇ મંગુભાઈ પટેલ તેમની પત્ની, પુત્ર મનીષકુમાર, પુત્રવધૂ પૂર્વીબેન તેમજ બે પૌત્રો વર્ષીલ અને દેવાંશુ ને કોરોના નો ચેપ લાગ્યો હતો.
જેમાં 3 મે ના રોજ પુત્રવધુ પૂર્વી નુ સારવાર દરમ્યાન મોત થયુ હતુ ત્યાર બાદ 10 મે ના રોજ બાબુભાઈ પટેલ અને એજ રાત્રે મનીષ નુ પણ નીધન થયા પટેલ પરીવાર પરીવાર પર દુખ નો પહાડ ટુટી પડ્યો હતો. આપને જણાવી દઈએ કે બાબુભાઈ પટેલ એક ખેડુત અગ્રણી હતા અને જે એમ પટેલ હાઈસ્કુલ ના મંત્રી તથા ગોવિંદરાવ ટ્રસ્ટી ના મેનેજીંગ ટ્રસ્ટી હતા.