સૌરાષ્ટ્ર ક્રિકેટ જગત મા સન્નાટો, આ ભુતપુર્વ ક્રિકેટર નુ થયુ નીધન
જામનગર શહેર અને સૌરાષ્ટ્રનું ગૌરવ એવા પૂર્વ ક્રિકેટર રાજેન્દ્રસિંહજીનું કોરોના લીધે દુઃખ નિધન થયેલું, આ કારણે સૌરાષ્ટ્રનાં ક્રિકેટ જગત તેમજ જામનગર શહેરમાં શોકમય વાતાવરણ છવાઈ ગયેલુ છે. ત્યારે ચાલો એક નજર તેમના જીવન પર કરીએ! આમ પણ જ્યારથી કોરોનાનું ગ્રહણ લાગ્યું છે, ત્યારે આપણે અનેક લોકપ્રિય તેમજ કૌશલ્યયુક્ત લોકોને ગુમાવ્યા છે, તેની ખોટ આપણે ક્યારેયકોઈ પુરી નહીં શકે પરંતુ તેમણે પોતાનું જીવન જે ક્ષેત્રમાં અર્પેલું છે તેનું યોગદાન હંમેશા રહેશે.
જામનગર ના કરણીસેનાના અગ્રણી તેમજ જામનગર શહેરનું રત્ન ક્રિકેટર શ્રી. રાજેન્દ્રસિંહ રાયસિંહજી જાડેજા ૧૯૭૫/૧૯૮૭ સુઘી ના ખૂબ જ સારા રણજી ટ્રોફી ખેલાડી હતા અને જેઓ સૌરાષ્ટ્ર અને મુંબઈ વતી રમી ને ભારત ના ખૂબ સારા ઓલ અરાઉન્ડર ક્રિકેટર હતાં અને ત્યાર બાદ BCCI ના જાણીતાં મેચ રેફરી તરીખે ICC અને IPL ની મેચો મા પણ ફરજ બજાવી ચૂક્યા હતા. એક સમયે સૌરાષ્ટ્ર ક્રિકેટ ની રણજી ટ્રોફી, અન્ડર 23 ના કોચ પણ હતાં, પેહલા વર્ષ ની SPL ની વિજેતા ટીમ સોરઠ લાયન્સ ના પણ એ કોચ તરીકે ફરજ બજાવતા હતા.
આ સિવાય તેમનો નિર્મળ તેમજ નિખાલસથી ભરપૂર સ્વભાવ હતો સદાય સૌ સાથે હળીમળીને રહેવું તેમજ સૌ કોઈને માર્ગદર્શક હતા. તેમણે પોતાનું જીવન ક્રિકેટને જ સમર્પિત કર્યું તેમજ પોતાનાની કળા દ્વારા અનેક નવયુવાનોને ક્રિકેટનું જ્ઞાન આપ્યું તેમને આપણે સદાય યાદ કરતા રહીશું, ભગવાન તેમની દિવ્ય આત્મને શાંતિ અર્પે એજ પ્રાર્થના.