સૌરાષ્ટ્ર પર ફરી સંકટના વાદળો છવાશે! જાણો ક્યાં વરસાદ ફરી આવશે.
હજું તો વાવાઝોડાની પરિસ્થિતિમાંથી સૌરાષ્ટ્ર બેઠું નથી થયું ત્યાં ફરીએકવાર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, સૌરાષ્ટ્ર અનેક વિસ્તારોમાં બે દિવસ વરસાદ પડશે. ચાલો ત્યારે જાણીએ કે કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે. તાઉ તે વાવાઝોડા એ અનેક તારાજી સર્જી જેના થી ઉભો પાક નષ્ટ થયી છે ત્યારે ફરી માવઠું આવશે તો ખેડૂત ઉપર આભ ફાટી પડ્યું સમજો.
જ્યના હવામાન વિભાગે કમોસમી વરસાદની આગહી કરી છે,ભરૂચ, અમરેલી, ભાવનગર, આણંદમાં સહિતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી વાતાવરણ સામાન્ય દલાઈ આવી શકે તેવી આગાહી કરી છે, હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી બે દિવસ સુધી રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે તેમજ મોટા શહેરો જેવા કે અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં સુરત સહિતમાં ગરમીનો પારો ઉંચે જતા બફારો સહન કરવો પડી શકે છે.
હવામાન વિભાગના અનુસાર 26 મેથી 1 જૂન વચ્ચે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન થશે. જ્યારે ગુજરાતમાં 15થી 20 જૂન સુધી ચોમાસું ગુજરાત આવી પહોંચશે તેવી આગાહી કરવામાં આવી છે. આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાનું પુર્વાનુમાન વ્યક્ત કરાયું છે. હવામાન વિભાગના અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસુ અંદમાન નિકોબારમાં શુક્રવારે સવારે આવી પહોંચ્યું જેના પગલે નિકોબારમાં હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે. હાલમાં ગરમી બહુ વર્તાઇ રહી છે.