સ્વામીનારાયણ વડતાલ ખાતે 100 બેડ નુ કોવીડ કેર સેન્ટર તૈયાર કરાયુ
કરોના થી આખા દેશ મા તબાહી મચી જવા પામી છે ત્યારે કોવીંડ કેસ સેન્ટર ની પણ અછત ઉભી થય છે ત્યારે અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે અને મંદીર મસ્જિદ ની સંસ્થા ઓ પણ આગળ આવી છે.
ખેડા જિલ્લા મા પણ કરોના નુ સંક્રમણ સતત વધી રહ્યુ છે ત્યારે તબીબી સારવાર ને પહોંચી વળવા માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા દર્દીઓને સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવવા તંત્ર સાથે મળી 100 બેડનું કોવિડ કેર સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. જેમા પુરતી ઓકસીજન ની સેવા પણ મળી રહે તેવુ આયોજન કરવામા આવ્યુ છે. જ્યારે હાલ પુરતી OPD બંધ કરવામા આવ્યુ છે.
આ ઉપરાંત આગળ ના સમય મા બેડ ની સંખ્યા વધારવામાં પણ આવશે.