India

હૈયુ હચમચી જાય તેવી ઘટના ! ઓકસીજન ના મળવાને કારણે એક સાથે 11 દર્દી ઓ ના કમકમાટી ભર્યા મૃત્યુ

કોરોના કાળ મા દેશ ના અનેક રાજ્યો મા ઓકસીજન અને ઈન્જેકશન ની અછત જોવા મળી છે ત્યારે એક ખુબ જ દુખઃદ સમાચાર સામે આવ્યા છે જેમા 11 દર્દી ઓ ના મૃત્યુ થયા છે.

આંધ્ર પ્રદેશ ના તિરુપતિ ની એસવીઆર રુઈયા હોસ્પીટલ મા આ ઘટના બની હતી જેમાં હોસ્પીટલ ના ઓકસીજન પુરવઠા મા ખામી સર્જાતા આ ઘટના ઘટી હતી અને ચિતુર જીલ્લા અધીકારી ના જણાવ્યા અનુસાર ઓકસીજન સીલીંડર ને ફરી થી લોડ કરવા માટે 5 મીનીટ લાગી જેનાથી ઓકસીજન પ્રેશર નીચુ આવ્યુ હતુ અને દર્દી ઓ ના મોત થયા હતા. પરંતુ દર્દી ઓ ના પરીવાર જનો નો આરોપ છે કે ઓકસીજન 25-30 મીનીટ સુધી બંધ રહ્યો હતો.

આ ઉપરાંત નારાયણે કહ્યું- પાંચ મિનિટમાં ઓક્સિજનનો પુરવઠો પુનસ્થાપિત કરવામાં આવ્યો અને બધું સામાન્ય થઈ ગયું. આને કારણે, અમે વધુ દર્દીઓના મૃત્યુને અટકાવી શક્યા. દર્દીઓની દેખરેખ માટે લગભગ 30 તબીબોને તાત્કાલિક આઈસીયુ મોકલવામાં આવ્યા હતા.

આ સમગ્ર ઘટના મા હોબાળો મચી જવા પામ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!