૧૩ વર્ષની ઉંમરે પિતાનો સાથ છૂટયા પછી જાણો કઈ રીતે રાજલ બારોટ જીવી રહી છે આટલી જાહોજલાલી થી…
આજે આપડે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતની એક એવી દીકરી વિષયે કે જેના પિતા ગુજરાતમાં ખૂબ જ પ્રસિદ્ધ કલાકાર હતા છતાં દીકરીને પોતાને ખુબજ સંઘર્ષ થી ભરેલી શરૂઆત કરવી પડી હતી. ગુજરાતમાં ઘણાં કલાકારો છે, પણ મણિરાજ બારોટ શ્રેષ્ઠ છે તેમને બધાજ કલાકારો માન આપે છે.મણિરાજ બારોટ પોતાના લોક ડાયરા માં એવી રમઝટ બોલાવી દેતા કે ડાયરો સાંભળી રહેલા શ્રોતાઓ નાચવા માટે મજબૂર બની જતા. જ્યારે પણ નગરજનો ને માલૂમ પડતું કે, મણિરાજ બારોટનો ડાયરો છે તો લોકો ઠેર ઠેર થી ડાયરો સાંભળવા આવી પહોંચતા તેમનો કંઠ ખુબજ સૂરીલો હતો.
મણિરાજ બારોટના અવાજનું હરકોઈ ચાહક હતું, અને તેમનું ગીત “સનેડો” આજે પણ બધાજ લોકોના મનમાં રાજ કરે છે. આજે અમે તમને મણિરાજના દીકરી રાજલ બારોટ વિષયે જણાવવા જઈ રહ્યા છીએ.મણિરાજની દીકરી રાજલ બારોટ પોતાના પિતાના પદ ચિન્હો પર જ ચાલી રહી છે. પિતાના અવસાન પછી રાજલ બારોટ પોતાના એક શો માટે રૂપિયા ૨૦૦ લેતાં, જ્યારે આજે તે દરેક સ્ટેજ શોમાં પોતાના પિતાની માફક જ પોતાના અવાજથી રમઝટ બોલાવી રહી છે.
રાજલ બારોટે “આયો કોરોના આયો” અને “ઘાયલ બેવફા” જેવા સુપરહિટ ગીતો ગાયા છે, અને એક ગાયક તરીકે આગવી છબી ઉભી કરી છે. જ્યારે પોતાનું અવસાન થયું ત્યારે રજળની ઉંમર માત્ર ૧૨-૧૩ વર્ષની જ હતી, અને તેઓ શાળામાં અભ્યાસ કરતા હતા. તેઓ પોતાના પિતાની નજીક હોવાથી રાજલ માં મણિરાજની જલક જોવા મળે છે.વધુમાં જણાવીએ તો વર્ષ ૨૦૦૬માં રાજલ બારોટે ગાવાની શરૂઆત કરી હતી, ત્યારે તેમને ૨૦૦રૂપિયા રકમ મળતી. રાજલ નો સંગીત માટેનો પ્રેમ જાહેર કરતા રાજલ કહે છે કે, “જેમ માછલી માટે પાણીની જરરિયાત છે તેવીજ રીતે મારા માટે સંગીત છે, સંગીત વીના હું મારી જાતને અધૂરી સમજુ છું”.
રાજલ બારોટ સંગીતને માતા સરસ્વતીની આરાધના ના રુપે જુએ છે, તેમજ તેઓ કહે છે કે આજે તેઓ જે કાઈ પણ છે તે પોતાના ચાહકો અને પિતા તરફથી મળેલા સંગીતના વારસાને કારણે જ છે. આટલું નહિ તે પોતાની કમ્યાબીનો બધોજ શ્રેય પોતાના ચાહકો અને પિતાને જ અર્પણ કરે છે.